________________
દીક્ષામહોત્સવ.
૨૬૯
સ્ત્રી તેા જંગમ રત્નખાણ છે. જેની કુક્ષિમાંથી જિનેશ્વર, ચક્રવતી વાસુદેવ આદિ ઉત્તમ પુરૂષા ઉત્પન્ન થયા છે. તે એક દુષ્ટ સ્ત્રીની ખાતર આવી ઉત્તમ સ્ત્રીઓને પણ નિંદવી એ શુ' ઉચિત છે ? જગમાં વિષવૃક્ષની માફક ભ્રષ્ટ આચારવાળા પુરૂષા ત્યાગવા યાગ્ય છે, ત્યારે કલ્પવલ્લીની માફ્ક સુશીલ મહિલાઓ સેવવા ચેાગ્ય છે; કેમકે કાઇ એક સ્ત્રી કુશીલવાળી હાય એથી બધી સ્ત્રીઓ કાંઇ તેવી હાતી નથી. સમુદ્રનું જળ ખારૂં હાય એથી શું નદી માત્રનાં જળ ખારાં હાય છે? ખાન, પાન, સ્નાનાદિકનું સામ્ય, દેવાનાદિક ધર્મ, એ યથાવસર શ્રીરૂપ ઘર વગર ગ્રહસ્થને હાતાં નથી, શિવ શબ્દ કલ્યાણના કરનારા અને મેાક્ષના અનત સુખને ઉત્પન્ન કરનારા છે, કિંતુ એમાંથી હ્રસ્વાઈ ઉડી જતા તે શવપણાને પામે છે. પુરૂષો તા ઘણી સ્ત્રીઓ કરી શકે છે તેમ કાંઇ સ્ત્રીઓને નથી. વળી પિત એક વખત મરણ પામ્યા કે સ્ત્રીએ પુરૂષની માફક ખીજીવાર પાણિગ્રહણ કરતી નથી. તે અપેક્ષાએ પુરૂષ કરતાં સ્ત્રીઓમાં કાંઇક અધિક ગુણ જોવાય છે. સાતમી નારકીએ પુરૂષા જાય છે, સ્ત્રીએ જતી નથી. વળી શાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ ઉભયને સરખા મેક્ષ કહ્યો છે. લજ્જા, અંગોપાંગનુ' સંવૃત્તપણું, કામળ ચિત્ત, મૃદુ ભાષણ, અને ધર્મ કર્મ એ સર્વે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં અધિક હાય છે. તે છતાં તમે સ્ત્રીઓને કેમ નિંદા છે ? જગતમાં પંડિત જના પણ સ્ત્રીઓનુ અદ્ભૂત ચરિત્ર સાંભળીને જોઇને આશ્ચર્યથી પેાતાનું મસ્તક ધૂણાવે છે. ધનશ્રીનુ દૃષ્ટાંત તમે સાંભળ્યું છે ? ” ધમ્મિલે પેાતાના નારી તરફના પક્ષપાત કહી સંભળાવીને પેાતાના પક્ષના સમર્થન અર્થે ધનશ્રીનું દૃષ્ટાંત સૂચવ્યું.
“ ના, કેણુ એ ધનશ્રી ?
ધમ્મિલે ધનશ્રીની કથા નીચે
""
અન્ય સમુદાયવગે પૂછ્યું. પ્રમાણે કહી સંભળાવી.