________________
થનગા.
ર૭૧
પૂર્વે અવંતી મંડળમાં–દેશમાં ઉજયિની નગરીને વિષે પરાકમી એ જિતારી રાજા રાજ્ય કરતા હતા. જેની આજ્ઞા સામંત રાજાઓ પોતાના મસ્તક ઉપર મુકુટ ઉતારીને મસ્તકે ધારણ કરતા હતા. ત્યાં જગતમાં પ્રસિદ્ધ એ મહાધનિક વ્યવહારી સાગરદત્ત નામે શ્રેષ્ઠી રહેતું હતું. રૂ૫ અને સૌભાગ્યના આભૂષણરૂપ ચંદ્રશ્રી નામે તેને પત્ની હતી. જેના દેહરૂપી દુર્ગનું-કિલ્લાનું અવલંબન લઈને શ્રેષ્ઠીને પુષ્પધન્વાએ જીતી લીધો હતો. તે બન્નેને સંસાર સુખ ભેગવતાં અનુક્રમે “સમુદ્રચંદ્ર” નામે પુત્ર ઉત્પન્ન થયે. ચોગ્ય ઉમરે વિદ્યાભ્યાસ કરવાને શ્રેષ્ઠીએ પોતાની નજીક પરિવ્રાજકનો મઠ હતો ત્યાં તેને મૂક્યો. ભણી ગણીને તે અનુક્રમે ગ્ય ઉમરમાં આવ્યો, તે અવસરે એક દિવસે મધ્યાન્હ સમયે ગણિતને પાટલો મૂકવા જતાં પોતાની માતા અને પરિવ્રાજકનું દુશ્ચરિત્ર તેણે જોયું ને ઉપર પ્રમાણે વિચાર કરતો તે પિતાને મંદિરે આવ્યા. અનુક્રમે ૌવનવય પ્રાપ્ત થતાં શ્રેષ્ઠીએ પુત્રને માટે ગ્ય કન્યાની શોધ કરવા માંડી, તે જાણુને સમુદ્રચંદ્ર મિત્રો દ્વારા નિષેધ કરાવ્યું. તેથી પિતાએ એક દિવસ એકાંતમાં પુત્રને બોલાવીને સમજાવ્યું. “વત્સ! શા માટે લગ્નની ના પાડે છે? એગ્ય ઉમરે તારે પરણવું જોઈએ. પિતાને વિષે ભક્તિમાન એવા તારે કદાગ્રહ કરે જોઈએ નહિ. મનુષ્ય લગ્ન કરે, પુત્ર થાય ત્યારે તેનું લાલન પાલન કરી યોગ્ય ઉમરે એને વિદ્યાધ્યયન કરાવે, યૌવન વયમાં વિવાહ મહોત્સવનડે પુત્રના કોડ પૂરે, ત્યારે જ તે પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય. તું તે સુકુલીન છે, ભક્તિમાન છે, તે લગ્નોત્સવ કરવાવડે મને પૂર્વજોના કરજમાંથી મુકત કર. મારું વચન અંગીકાર કરીને મારા એ મને પૂર્ણ કર.”
પિતાજી ! સંસારના બંધનરૂપ એ વિવાહથકી હું પરાક્ષુખ રહેવા માગું છું. માટે આપે એ વિષયમાં મને આ ગ્રહ કરે નહિ. જ્ઞાનાભ્યાસમાં જ–તેના રસમાંજ મને મગ્ન રહેવા ઘ, કેમકે મૃતના રસમાં લીન થયેલા જનને તેમાં જેટલો રસ પડે છે તેટલો રસ ખાનપાનના રસમાં કે સ્ત્રીના તુછ વિષયમાં કયાંથી હોય? માટે તાત! એવા તુચ્છ વૈષયિક ભાવમાં તમારી પ્રેરણા