________________
૨૧૪
મિલકુમાર હવે મહાકાળીનું આરાધન કરશું.” એમ વિચારી કુમાર પિતાના સ્થાનકે ગયે.
બીજે દિવસે નિશા સમયે તે રાજકુંવર મહાકાલીના મંદિરે આવ્યા. ત્યાં શુદ્ધ થઈને જાપ જપતે બેઠે, તે વારે મહાકાલી ધ્યાનાતે પ્રગટ થઈને બોલી–“હે વત્સ! એ ઠગારાની શું વાત કહું? એક દિવસ મારા મંદિરમાં આવ્યો, તે શકુન જોવાની ખાતર ક્ષણવાર થોભે; અને મારા પગનાં ઝાંઝર ઉપર નજર પડી, તે પણ તે અધમ ઉપાડી ગયો.”
અરે! એ અધમ ચારે દેવેની પણ લાજ લેવામાં બાકી નથી રાખી. તે પછી હવે બીજા કેની રાખે? માટે હવે તે આત્મશક્તિ ઉપરજ ભરોસો રાખ.” કુમારે વિચાર્યું.
સત્ય છે, તારા સત્વથીજ એ સપડાવાને હશે તે સપડાશે, અમે ઈચ્છીએ છીએ કે તારે વિજય થાય.” એમ કહી દેવી મહાકાલી અદશ્ય થઈ ગઈ.
રાજકુંવર ત્યાંથી નીકળ્યા. અનુક્રમે નગરમાં ફરતાં ફરતાં છ દિવસ નીકળી ગયા, છતાં ચોરને કાંઈ પણ પત્તો મળ્યો નહિ. જેથી તેને ચિંતા થઈ અને નગરીના લોકો પણ વિલખા થયા. એ ધ આવતી કાલ સુધીમાં ન પકડાય તે નક્કી કુંવરને જાન જશે. મહા ભુંડું થશે. ચિંતામાં સાતમા દિવસને પ્રભાત થયે. કાશીનગરીમાં આજને દિવસ ઘણું જ મહત્વ ભર્યા હતા.
૬ સાતમા દિવસના પ્રભાતમાં રાજકુંવર નગરમાં ફરતા ફરતે નગર બહાર નીકળી ગયો. ચિત્તમાં અશાંતિ છવાયેલી હતી, વદન ઉપર શેકની છાયા ફેલાઈ હતી. એ કુમાર નગર બહાર ઉદાસ ચિત્તે સ્મશાનમાં આવ્યું. ત્યાં એક મોટા વડલાના વૃક્ષ નીચે નિરાશ થઈને બેઠે. એક મોટા ઉડે નિઃશ્વાસ મૂકે. “ આજે સાતમે દિવસ હતો. પિતાના સત્વની કસોટીને મહત્વ ભર્યો દિવસ હતો. મનુષ્ય તે પ્રયત્ન કરે છે, ફળ તે દૈવસત્તાને આધિન છે. આજે જે ચોરનો પત્તો ન મળે, તે આવતી કાલનું પ્રભાત ! કુદરતનું આ અનુપમ સંદર્ય પોતે અવકન કરી શકશે નહિ. ખેર ! જેવી