________________
કમળસેના.
૨૫૫ બરાબર છે ! ઘણે દિવસે પણ આજે મારી આંખ ઉઘડી છે. જેટલો એને હક છે તેટલે જ તારો હક છે, છતાં તારા એ હકને મેં રદ કર્યો એ શું વાસ્તવિક છે? આજથી સમજ કે મારે તું અને તે બને સમાન છે.” યુવરાજે પોતાના આગમનને હેતુ સ્પષ્ટ કહી બતાવ્યા.
એ વિચારો આપના કાયમ રહે એવી હે પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.”
“પણ આ તારા હાથમાં શું છે ? એ પૂછવું તો હું ભૂલી જ ગયો. ” કુંવરે વાતને પલટાવી તેની પાસે આવી તેનો નાજુક હાથ પકડતાં કહ્યું.
તમારે તેનું શું કામ છે? એ એક જાદુગર છે, એને મારે ઠપકો દેવો છે.” રમણી હસી. “જોઉં તારો જાદુગર !” તેણુના હાથમાંથી પોતાની છબી લઈ લીધી.
હા ! હા ! હા ! આ શું કરો છો ! એ મારો જાદુગર વળી પાછે રીસાશે તો તેને મનવવા ભારે થઈ પડશે. ” કમલા બોલી.
હવે એ જડ જાદુગરનું તારે શું પ્રયોજન છે? આ જીવતો જગતે જાદુગર સ્વત: મનાઈને તારી સેવામાં હાજર થયા છે. સમજ કે તારે આધીન થયા છે.” યુવરાજે કહ્યું.
તે તો મારા ભાગ્યને પાસે ફરી ગયો !” એમ બોલતી કમલા તરૂવરને વેલડી વિંટાય તેમ રાજકુમારને વીંટાઈ ગઈ
યુવરાજે ઘણા દિવસથી કરમાયેલી એ લતાને પ્રેમરૂપ અમૃતથી સીંચી નવપલ્લવિત કરી. એ ચંદ્રવદના ઉપર છવાયેલી ગ્લાનિ, ઉદાસિનતા, મુંઝવણ સર્વે નષ્ટ કરી. પ્રેમની, આનંદની, માધુર્યતાની, તેજની ને પ્રકાશની દિવ્ય તિ પ્રિયાના અંત:કરણમાં આબાદ ઉતારી દીધી. તે દિવસ કમલાદેવીના મંદિરમાંજ વ્યતિત કર્યો. પછી વારાફરતી બંને પ્રેમદાઓ સાથે સંસારસુખને અનુભવ કરતાં યુવરાજનાં કેટલાય વર્ષો, પાણીના પ્રવાહની માફક વહી ગયાં. ધર્મ, અર્થ અને કામને અબાધિતપણે સાધતો તે મનુષ્ય ઉત્તમ પિગલિક સુખમાં જતા કાળને પણ જાણતો હતે.. .