________________
ભેને ફેટ.
૨૫o કરીને ગગનમાં ચાલનારા–તીવ્રગતિએ ગમન કરનારા હતા. તેમજ કેટલાક ચરણના સ્પર્શમાત્રથી આકાશમાં ઉછળે એવા હતા. મુખ ઉપર માંસ અ૫ છતાં ઘણું લક્ષણવંત એવા અનેક તુરંગરત્નને જોઈ યુવરાજ ચિત્તમાં ચમત્કાર પામે.
જેનું ઉંચું શરીર છે એવા એક લાક્ષણિક અશ્વ ઉપર આરૂઢ થઈને યુવરાજે તેને નગર બહાર આમ તેમ પરિપાટી દેતાં ફેરવ્યો. તેની ચાલથી સુભટોનાં મન શંકાશીલ થયાં કે “રખે કાંઈ અનુચિત ન થઈ જાય?” એટલામાં તે કુંવરે ઉભે રાખવાને લગામ ખેંચી ત્યાં તો આકાશમાં ઉડે તેમ પંખીની જેમ તે અશ્વ દેવ્યો-ઉડ્યો. જેમ જેમ વધારે લગામ ખેંચે તેમ તેમ અધિક વેગથી દોડે. કઈ રીતે તે અશ્વની ગતિ રોકાઈ શકી નહિ. “પવનની ગતિ કઈ રોકી શકે છે?” સર્વે સુભટો અશ્વને પકડવાને દેડ્યા પણ એ અશ્વની ગતિને કણ પહોંચી શકે ? આખરે અશ્વ દેખાતો બંધ થઈ ગયો, ને થાકેલા સુભટો નિરાશ થઈને પાછા વળ્યા. નગરમાં આવીને રાજાને સમાચાર આપ્યા. અચાનક કુંવર ગુમ થવાથી રાજા મૂચ્છ પામે. રાણુઓને ખબર પડતાં વિલાપ કરવા લાગી. રાજાની મૂછ વળી એટલે તે વ્યાપારીઓને પકડીને બંધી ખાને નાખ્યા. રડતે હદયે પુત્રની તપાસ માટે તરફ અ દોડાવ્યા. કુંવરના આગમનની પ્રતિક્ષા કરતા રાજા દુઃખમાં પોતાને કાળ વ્યતિત કરવા લાગ્યા.
નિર્જન અરણ્યપ્રદેશમાં અશ્વ દેડે જતો હતો, તેવામાં એક મોટું વડલાનું વૃક્ષ આવ્યું, તેની ડાળ પકડીને કુંવર ઉપર ચડી ગયો એટલે તે અશ્વ પણ ત્યાં સ્થિર થઈ ગયે. ચિત્રમાં રહેલો અશ્વ જેમ ગમનાગમન કે શ્વાસે શ્વાસ લઈ શકે નહિ તેવી સ્થિતિ અશ્વની થઈ. જેમ દુષ્ટ ચેલે ગુરૂને મળવાથી સંતાપ કરનારે થાય તેવી રીતે વક્રશિક્ષિત એ અશ્વ યુવરાજને વનમાં ઉપાડી ગયે. સગાં, સંબંધી.
સ્નેહી, સ્વજનથી દૂર લઈ ગયો. અશ્વની અચાનક આ સ્થિતિ જોઈ કુંવર ચિંતાતુર થયો, તેણે તેની લગામ ખેંચી પણ તે જરાય ચાલ્યો