________________
૨૧૪
ધમ્મિલ કુમાર એમ આજે મારી શુદ્ધ બુદ્ધિ ખુલ્લી ગઈ છે. ખચીત હજી હું ભાગ્યવાન છું કે તમે મને માર્યો નહીં, નહિતર રાગવશે કરોને આ ધ્યાનથી મરણ પામી હું દુર્ગતિનું જ આમંત્રણ કરત. સ્ત્રીઓ તો દેષથી જ ભરેલી છે. સમુદ્રના બિંદુનું અને નમંડળના તારાનું માપ કેણ કરી શકે? તેમજ માયાની ખાણ, જૂઠનું મંદિર, વૈપત્તિની ભૂમિકા એવા અગણિત દેનું સ્થાન સ્ત્રીનું માપ પણ કો દક્ષ પુરૂષ કરી શકે ? હા ! તે મને પ્રાણથી પણ મારી હતી. તેના ફંદામાં આટલે કાળ હું મેહની જાળમાં બંધાઈને મુંઝાયે હતે. જેમ વાંદરે શીતથી દુઃખી થઈને અગ્નિની ઈચ્છાથી દુ:ખ પામે છે તેમ જડ પુરૂષે વિષયની વાંચ્છાએ કરીને યુવતીજનને આધીન થઈ દુ:ખ પામે છે. સ્ત્રીઓના સ્નેહમાં મગ્ન થયેલા પ્રાણુઓ મધમાખી જેમ મધપુડામાં મગ્ન રહેવાથી પરિણામે નાશ પામે છે તેમ મૃત્યુને જ આમંત્રણ કરે છે. પ્રભુ! હું પણ દીક્ષા લેવાને હવે ઉત્સુક છું.” તે છ જણને કહીને પછી તેણે ગુરૂને કહ્યું.
ગુરૂ સાહસગતિએ કહ્યું—“તારે પણ હવે આત્મકલ્યાણ કરવું એજ ઉચિત છે.” તે સાંભળી કુંવરે કહ્યું
ભગવન! એક છેલ્લી ઈચ્છા માતતાતને નમવાની છે. તેમને નમી પિતૃકૃત મહોત્સવવડે તમારી પાસે દીક્ષા લઈશ.” કુંવરે કહ્યું.
એટલામાં એક વિદ્યાધર રત્નચંડ આકાશમાંથી ઉતરત ગુરૂને નમીને બેઠે. ગુરૂએ તેને અગડદત્તને તેના નગરમાં પહોંચાડવા કહ્યું. રત્નડ વિદ્યારે પિતાના વિમાનમાં બેસાડી કુંવરને શંખપુરીના ઉદ્યાનમાં મૂકો. ગુરૂ પણ ત્યાંથી વિહાર કરી શંખપુરી તરફ ગયા.