________________
૨૬ર
બસ્મિલ કુમાર પછી પ્રિયાના હાથમાં ખડ્ઝ આપીને તે અગ્નિ સળગાવવા લાગે. સ્ત્રી તેની ગરદન ઉપર ખર્શ ચલાવવાને તૈયાર થઈ. તે જોઈને લઘુ તસ્કરે વિચાર્યું-“આહા ! આ સ્ત્રી ગુલામની પેઠે કામ કરનાર પોતાના પતિને મારવાને તૈયાર થઈ, તો તે કઈ દિવસ અમારે પણ નાશ કરશે. સ્ત્રીઓની ધૃષ્ટતાને ધિક્કાર થાઓ ! કે જે આવા પિતાના સ્નેહીનો નાશ કરવાને પણ અચકાતી નથી. રૂપવાન, સૌભાગ્યવાન, સ્નેહવાન એવા આ સ્વામીમાંથી પ્રીતિ છેડીને વળી મારે વિષે આસક્ત થઈ, પણ કયે બુદ્ધિવાન્ પુરૂષ આવી નારીને વિશ્વાસ કરે ? જેણે પોતાનું સર્વ કંઈપણ પ્રિયાના ચરણમાં અપેલું છે એવા પતિને પણ સ્ત્રીઓ હણે છે. વિષયની ઈચ્છાએ તુચ્છ બુદ્ધિવાળી આ સ્ત્રી ગગનમાં ચંદ્ર સરખા આ પુરૂષને મારવાને તૈયાર થઈ. પારાને સ્થિર કરી શકાય છે, ઔષધના રસને વે શુદ્ધ કરી શકે છે, પ્રકંપાયમાન એવી વૃક્ષની શાખાઓ દેરડીવડે નિશ્ચળ કરી શકાય છે, પણ કામિનીજનનાં ચપળ મન કેઈપણ રીતે સ્થિર કરી શકાતા નથી.”
આ પ્રમાણે વિચારીને દયાળુ એવા લઘુ તસ્કરે વાયુવડે કરીને જેમ કેળને ડાંડ પાડી નાખે તેમ તે વિશ્વાસઘાતિની, અન્યાય કરવામાં તત્પર થયેલી એવી સ્ત્રીના સ્પર્શને નહિ ઈચ્છતાં તેણના હાથમાંથી મારવાને ઉપડેલી તલવાર પાડી નાંખી. તલવારનો અવાજ સાંભળીને કુંવર ચમક. “આહા ! આ શું થયું ?” સ્વસ્થ થઈને કુંવરે પૂછયું. સ્ત્રી બેલી–
ગાઢ અંધકારમાં શીતના ભયથી થરથર કંપતાં હાથમાંથી ખગ એકદમ છટકી ગયું.” સ્વામીએ પ્રિયાનું વચન સત્ય માન્યું. ‘આસજનના વચનમાં જરી પણ શક હાય ખરો ?”
તેને કયાં ખબર હતી કે તે ખણ આ વ્યભિચારિણીની સોબતથી હું સ્વપતિને હણવાને તૈયાર થાઉં છું એવા વિચારથી જાણે તેને અત્યંત દુઃખ થયું હોય તેમ તે પૃથ્વી ઉપર પડીને પશ્ચાત્તાપથી લટતું હતું.
પ્રિયા સહિત ત્યાં રાત્રી પસાર કરી. પ્રભાત થતાં તે પિતાને