________________
ભેદને ફેટ.
૨૫૯ તના સાગર એવા અને એવું નામ તેવાજ પરિણામવાળા, સંસારના દુ:ખરૂપી દરની ઝાળમાં બળતા પ્રાણીઓને શીતલ છાયા સમાન, અર્થાત દુ:ખમાં વિસામા સરખા મુનિને દેખીને ઉલટભેર કુંવરે ત્યાં આવી તેમને વાંદ્યા. પછી ભુખ, તૃષા આદિ અંતર વેદનાને તજીને વિનય સહિત તે દેશના સાંભળવા બેઠે. ગુરૂ બોલ્યા–“હે ભવ્ય ! જગતમાં દશ દષ્ટાંતે દોહિલે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધર્મ વિના જી હારી જાય છે. ઉત્તમ એવો નરભવ પામીને પાપાનુબંધી પાપ, કે પાપાનુબંધી પુણ્ય ભોગવતાં પહેલેકમાં રવ નરકે જાય છે. ત્યાં અનંત દુઃખના ભેગવનારા થાય છે. કિંબહુના ! જે માનવના અવતારમાં સદ્દગુરૂના વચન અનુસાર વતી યથાશકિત અથવા તે ઉગ્રશક્તિએ વ્રતને ધારણ કરે છે તે સંસારરૂપી ગહન વનને ઓળંગી શિવવધુના સુખને પામે છે. માટે હે ભવ્યજન! જાગૃત થાઓ અને ધર્મકાર્યમાં તત્પર થાઓ.” એ પ્રમાણેની દેશના સાંભળતાં કુંવરની નજર વૈરાગ્યના રંગથી રંગાયેલા છ યુવાન પુરૂષ ઉપર પડી; એટલે તેણે આશ્ચર્યથી ગુરૂને પૂછયું. “ભગવદ્ ! આ છ સાધુઓ રૂપે રંગે સરખી આકૃતિવાળા અને વૈરાગ્યથી ભરેલા જણાય છે. તેમને તારૂણ્યાવસ્થામાં આવું દુષ્કર તપ તપવાને કેવી રીતે વૈરાગ્ય થયો ? વળી આ સુંદર મંદિર અહીં કોણ ભાગ્યવંતે બંધાવ્યું છે?”
ગુરૂ બાલ્યા મહાનુભાવ! વૈતાઢય પર્વત ઉપર રહેલા રથનુપુર નગરના વિદ્યાધરેંદ્ર આ સુંદર મંદિર બનાવી ત્રષભદેવ સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. હવે આ છે પુરૂષના વૈરાગ્યનું કારણ તું સાંભળ! ગગનમંડળમાં વાતો કરતો અને પોતાના ખોળામાં ગજરાજેને ૨માડતે વિંધ્યાચળ પર્વત શોભી રહ્યો છે કે જ્યાં ગજરાજેના મદની સુગંધથી આકર્ષાયલા ભ્રમ ગુંજારવ શબ્દ કરતા પથિકને ત્રાસ આપી રહ્યા છે, માર્ગમાં પદે પદે અણમોલ મૌક્તિકની ધારા વરસાવી રહ્યા છે. ત્યાં આગળ લુંટફાટ કરવાનું છે વ્યવસાય જેનો એવા ભિન્ન લેકેની એક મેટી પલ્લી આવેલી છે. તેને અધિપતિ અજુન નામે મહા બળવાન ભિલ્લ જગતને તૃણવત્ ગણતો રહેતો હતો. આ છ જણ તેના બાંધે છે. પોતપોતાના કૃત્યમાં ચતુર એવા આ બાંધ તેને જ અનુસરનારા હતા.