________________
૨૫૮
ધમ્મિલ કુમાર નહિ પણ નીચે પડી ગયે. અશ્વને મરણ પામેલે જેઈ કુંવરને વિચાર થયો. “ખચીત એ આજ પર્યત મારેજ માટે જીવ્યા હશે.” એમ વિચારતે તે મધ્યાન્હ સમયે વનમાં ફરવા લાગે. સરેવર, વનનાં તરૂવર, લતાએ, ચંદનવન આદિ જેતે અને તેની સુગંધી લેતે શ્રમ અને તાપની વ્યથાને તે દૂર કરતો હતો. અત્યારે સહકાર વૃક્ષની ડાળ ઉપર બેઠેલી કોકિલા આશ્રમંજરીની મીઠાશ અનુભવતી આલાપ સંલાપ કરતી પોતાની મધુરી છઠ્ઠા ખેલી રહી હતી. અગડદત્તકુમાર તે સહકાર વનની સુંદરતા જેતે આગળ ચાલ્યો, તો નજીકમાં ફાટિક પાષાણની પીઠિકા દીઠી તેમજ પદ્મરાગમણિએ ઘડેલું અને વિવિધ રત્નોથી જડેલું એવું જિનરાજનું રમણ્ય મંદિર દીઠું. જેના ઘંટને અવાજ જાણે ઠેઠ સ્વર્ગમાં પહોંચીને અમરજનોના કાનને ચમકાવતો હોય એવો ઘોર હતો. પવનની લહેરીએથી એ મંદિરની ધ્વજાએ ગગનમાં નૃત્ય કરી રહી હતી, તે જાણે દિવધુઓને લુંછણ દેતી હોય તેવી રીતે શોભતી હતી. નજીક રહેલી પુષ્કરિણ–વાવમાં સ્નાન કરીને, કનક્કમળ હાથમાં લઈ કુમાર પ્રભુના સુંદર પ્રાસાદમાં અતિ ઉમંગથી પેઠે, યુગાદિદેવ શ્રી આદિનાથ-રાષભદેવને નમી વિધિએ કરીને તેમની અર્ચના કરી. પછી ભાવભક્તિથી સ્તુતિ કરવા લાગ્યા. “હે સ્વામિન્ ! તમે કાગ્રે રહ્યા છતાં ભક્તિએ કરીને અમારા હૈડામાંજ રહ્યા છો. દેવ, દાનવ અને મનુષ્યના સ્વામીઓ પણ પોતાના આત્મકલ્યાણ માટે તમને નમી રહ્યા છે, પૂજી રહ્યા છે. તે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શકિતવાળા ! શાસ્ત્રમાં જેવા તમને વર્ણવ્યા છે તેવાજ આપ છો. એ અનંત શક્તિ ભક્તિથી કાંઈ વેગળી નથી. ક્ષાયિક ભાવે તમારી શકિતઓ પ્રગટેલી છે ને અમારી ગુપ્ત રહેલી છે. હે ભગવદ્ ! મારાપર પ્રસન્ન થાઓ, તમારા પ્રભાવે કરીને મારા અનંતકાળનાં પાપ દૂર થાઓ.” આ પ્રમાણે ભક્તિથી ભરેલા હૃદયથી સ્તુતિ કરી તે બહાર નીકળ્યો, તો અશોક વૃક્ષની નીચે મુનિગણે કરીને યુકત ચાર જ્ઞાન સહિત એવા વિદ્યાચારણ “સાહસગતિ' નામના મુનિ શિષ્ય પરિવારને ઉપદેશ કરતા તેના જેવામાં આવ્યા. જંગમ તીર્થરૂપ ને કલ્પવૃક્ષ સમાન,શાંતરસરૂપી અમૃ