________________
૨૫૪
ધમ્મિલ કુમાર. મારી છબીની સેવા પૂજા કરે છે. કે સરળ સ્વભાવ! પતિને પ્રભુ તરીકે માનનારી આદર્શરૂપ આર્ય રમણી! તને ધન્ય છે ! તારા જેવી પતિવ્રતા સુંદરીઓથી જ ભારત ગર્વભર્યું છે. માતાપિતાને તું કેવી લાડકી હતી? મેં મૂર્ખ તારો હાથ ઝાલી તને દુઃખમાં હડસેલી, તારી સારસંભાળ મેં કાંઈ પણ ન લીધી, એ મારી બેવકુફાઈ કુદરત કેમ સહન કરશે ?” ધીમે ડગલે તે કમલસેનાની પછવાડે આવીને ઉભો રહ્યો. કમલસેના ઉદ્યાન તરફ ઉભી ઉભી એકીટસે છબીમાં જોઈ રહી હતી. છેવટે તેણે તેમાંથી મુખ કાઢી દીર્ઘ નિ:શ્વાસ નાખે, ત્યાં તે તેની આંખો યુવરાજ ઉપર પડી, તે ચમકી. અંતરમાં કંઈ કંઈ ઉર્મિ પસાર થઈ ગઈ. અને એક બીજા સામે જોઈ રહ્યાં, પણ કઈ બોલી શકયું નહિ. જાણે પર
શ્યાની પહેલી જ ઘડી ન હોય તેમ થઈ ગયું; કેમકે આજે ઘણે સમયે તેઓ મળ્યાં હતાં. સંગની વચમાં ઘણું મહિનાના વ્હાણુ તેમના વચ્ચે વહી ગયાં હતાં. “કમલા ! કમલા !” યુવરાજે કહ્યું.
નાથ ! પ્રાણ !” કમલસેનાએ તુટક તુટક શબ્દો ઉચ્ચાર્યા.
હાલી ! મેં એકમાં લલચાઈ બીજીને તજી દીધી એ કાંઈ સારું કર્યું નહિ, તેની તું મને માફી આપશે કે ?”
પ્રાણનાથ ! એમાં આપનો દેષ શું? એ સર્વ મારા પૂર્વ કર્મની પ્રબળતા છે. એથી અધિક બીજું શું છે?” કમલસેનાએ ભાવભયા શબ્દો વડે કહ્યું.
ખચીત હું તારો ગુન્હેગાર છું ! એ મારી ભૂલ ઘણે કાળે પણ આજે હું જોઈ શકો છું. ” યુવરાજે જણાવ્યું.
“ પ્રભુ! હવે જણાય છે કે આજે મારું ભાગ્ય જાગૃત થયું. આવું જ્ઞાન કોના કહેવાથી થયું?” રમણુએ પૂછ્યું.
માતાના ! જે અનન્ય મનથી તારા ઉપર પણ ઘણું હેત રાખે છે તેમના કહેવાથી જ્ઞાન થયું છે.” તેણે કહ્યું.
તે આજે મારે સોનાના સુરજ ઉગ્યા ! અમીભર્યા મેઘ વરસ્યા !” સુંદરીએ ઉપકાર માન્ય. “સ્વામિન્ ! ઘણે દિવસે આજ આ દાસીને યાદ કરી !”