________________
૨૨૪
બસ્મિલ માર. પ્રકારનાં સુખને અનુભવ કરતાં અને વિવિધ પ્રકારના વિલાસ ભેગવતાં રાજાના અધિક માન સન્માનથી આનંદમાં દિવસ નિગમન કરવા લાગ્યાં. દીન દુઃખી અને અનાથજનને ઉદ્ધાર કરતાં અનેક પ્રકારે લક્ષ્મીને સદ્વ્યય કરવા લાગ્યા. એવી ઠકુરાઈની સ્થિતિમાં પણ રાજકુંવર ઉપાધ્યાયજીને તાત સમાન માન-સન્માન આપતા હતા. દાનધર્મમાં લક્ષમીને સદ્વ્યય કરતું હતું. વૈભવવંત સ્થિતિમાં માનવજન્મની સાર્થકતા કરવા માટે અપૂર્વ હા લેતા હતા.
વ્યવહારને પાળતાં છતાં પણ મુનિવર જેમ નિશ્ચય પદ તરફ સ્થિર દષ્ટિ રાખીને કાર્ય કરે છે, તેવી રીતે કમળસેના સાથે લક્ષમીની મદદ વડે પ્રભુતાના ગૌરવવડે મનુષ્યજન્મનાં ઉત્તમમાં ઉત્તમ સુખ જોગવતાં છતાં તેની દષ્ટિ વણકતનયા મદનમંજરીમાં લીન હતી. એટલું મદનમંજરીનું સદ્ભાગ્ય હતું કે તે તેણુને ભૂલી શક્ત નહોતે. મંજરી તેની આશામાં ને આશામાં જીવન વીતાડતી હતી. સ્વામીના વિયેગે સ્વામીના ધ્યાનમાંજ ચિત્તને પરેવતી ભવિષ્યના સુખની આકાંક્ષાઓ કરતી વિરહવ્યથામાં પોતાના દિવસે વ્યતીત કરતી હતી. જ્યાં લગી ઉપાધ્યાયને ત્યાં કુમાર હતા ત્યાં સુધી તે કવચિત તેના દર્શનનો લાભ મળતો હતો. એકબીજાની આવડે, ચેષ્ટા વડે હદયના ભાવે સમજવાની અમૂલ્ય ઘડી પ્રાપ્ત થતી હતી, તે સર્વે હાલમાં તો ગ્રીષ્મરૂતુમાં તલાવડીની જેમ સુકાઈ ગયું–કરમાઈ ગયું. એકને સુખ મળ્યું તે બીજીને દુઃખ પ્રાપ્ત થયું.
સ્વદેશમાં માણસને પોતાનું ભાગ્ય વિધી જાય તે પરદેશમાં જઈને ભાગ્યની કસોટી કરવી. એક સ્થાનકે પરાભવ થાય તે સ્થાનાંતર કરવું. ઉત્તમ પુરૂષ એકજ સ્થાનકે રહીને નાશ પામતા નથી.
एकस्थाने न तिष्ठन्ति, सिंहा सत्पुरुषा गजाः ।
તેરૈવ નિધનં યાન્તિ, વ: પુરુષાતથી / ભાવાર્થ_એકજ સ્થાનકે રહેવાથી કાગ અને કાપુરૂષ-મુખે પુરૂષ નાશ પામે છે, પરંતુ સિંહ, સત્યરૂ અને ગજે પરાભવ થતાં તુરતજ અન્ય સ્થાનકે ચાલ્યા જાય છે.
S: