________________
મન્મથની મુંઝવણ
૨૭ પ્રાણનાથ ! એક વચનના મિષે કરીને વિભીષણને રામે લંકાપતિ બનાવ્યો હતો તે યાદ રાખજે. અને આ પત્ર વાંચી વિચારી આપનું વચન યાદ કરીને ઉત્તર આપજે. એજ વિનંતિ.
લી.
આપના ચરણકમળની દાસી, બાઈ ! આ કાગળ લખનારી કેણ છે?” વિશેષ ખુલાસે જાણવાના હેતુએ કુંવરે દાસીને પૂછયું.
“મહારાજ ! પેલા બાગમાં જે બાળા સાથે આપને પ્રથમ દ્રષ્ટિમિલન થયું હતું, જેણીને વચનામૃતે કરીને, પ્રેમભીના હદયવડે કરીને આપે સીંચી હતી. જે રાત દિવસ પ્રેમનજરથી આપને નીરખી રહી હતી, એવી શેઠસુતા મદનમંજરીએ આ પત્ર રડતે હદયે લખ્યો છે.” દાસીએ પૂર્વ વાતનું સ્મરણ કરાવી ફુટ રીતે કહ્યું.
પ્રાણપ્રિયા મદનમંજરીએ?” રાજકુંવરે ઉત્સુક્તાથી પૂછયું.
• હા, તે તમારી દાસીએ. હસ્તીદમન કરી રાજાને પ્રસન્ન કર્યા, અને ચેરનો ઘાત કરીને રાજકન્યાને પરણ્યા, એવા એક પરદેશી રાજકુંવરના ગુણે સાંભળીને હર્ષિત થયેલી તેણીએ આપની ઉપર વિશ્વાસ લાવીને મને મેકલી છે.” એમ કહીને તેણીએ આપેલી મેતીની માળા કુંવરના કંઠમાં પહેરાવી.
આહા! શું આ બેહદ પ્રેમ મારી ઉપર ધરાવે છે? હું દૂર છતાં રાત્રીદિવસ તે મારૂં જ રટણ કરે છે?” કુંવરે આશ્ચર્ય પામતાં કહ્યું.
અરે ! રટણ તે શું? આપના વિયેગે એ સતીના દુ:ખની વાત શું કહું ? એક વખત મેં તેણીને વિષપાન કરતાં બચાવી, બીજી વખત ગળાફાંસો ખાતી દેખીને તે મેં કાપી નાંખ્યો, ધીરજ આપી અને આપની ઉપર કાગળ લખવા સૂચવ્યું.” ચતુર દાસીએ મંજરીની વિતક વાત કહી સંભળાવી અને કુંવરની લાગણીને અધિક આકષી લીધી.