________________
વનવિહાર.
૨૪૩ કુમાર માતાના મહેલે ગયે, ત્યાં જઈ માતાને ચરણે નમે. માતાએ આશિષ આપી. “ચિરંજી! આનંદમાં રહો ! તમને જેવાથી અમારા હૃદયને શાંતિ થઈ. હે વત્સ! શેક સંતાપ દૂર થયે, વિયેગની વ્યથા દૂર થઈ.” પુત્રને જોઈને માતાને હર્ષનાં આંસુ આવ્યાં, દેવબાળા સમી બંને વહુઓ આવીને સુલસા સાસુને પગે પડી. સાસુએ આશિષ આપી-“પુત્રવડે ગૈારવ પામજો. ઉભય કુળને શોભાવજે.”
રાજકુંવર માતાપિતાને નમી જનનીના હાથનું ભેજન કરી રાજસભામાં આવ્યા, ત્યાં જે જે મળવા આવતા તેમને બાંધવની માફક સત્કારતા-સન્માન આપતા. નગરજનેથી સન્માનિત કુંવર પિતાને મહેલે ગયા
એક દિવસ રાજાએ ઉત્તમ ગ્રહ જોઈ કુંવરને યુવરાજ પદવી આપી. એવી રીતે યુવરાજની પદવીથી શોભતે રાજકુંવર સુખમાં પિતાનો જ કાળ પણ જાણતો નહોતે. કુંવરે મંજરીને પટ્ટરાણી પદ આપીને મોટી બનાવી, કમળસેનાને લઘુપદે રાખી, એવી રીતે અગડદત્ત મંજરીને આપેલું વચન સિદ્ધ કરી બતાવ્યું. મંજરીના ચાતુર્યમાં ને સંદર્યમાં આસક્ત થયે થકે યુવરાજ રાતદિવસ તેના પ્રેમમાં લીન રહેતો હતે; છતાં કમલસેના તાતની શિખામણ-સંભારતી પતિને દેવ સમાન ગણી ભક્તિ કરતી હતી. શકયને બહેન સમાન ગણું તેનું માન સાચવતી હતી; પણ મત્સરભાવ રાખતી નહોતી. ગુરૂજન ઉપર પૂજ્ય બુદ્ધિ રાખતી હતી, સેવકજનને તેની યેગ્યતા પ્રમાણે સંતોષતી હતી; કેમકે ચંદ્રના દર્શને કુમુદિની પ્રલ્લિત થાય છે એ તેને જાતિસ્વભાવ છે, તેવી જ રીતે પતિની ઉપેક્ષિત છતાં કમલસેના પતિભક્તિમાં પરાયણ રહેતી. - રાજકુંવર તે પટ્ટરાણીમાં જ રક્ત રહ્યો થકે નિત્ય તેનાજ સહવાસમાં રહેતો હતે. લેહચુંબકની માફક તેનું ચિત્ત મંજરીએ હર્યું હતું, જેથી બન્ને જણાં એક ક્ષણ માત્રપણુ અળગાં રહી શકતા નહોતા. જગતમાં પણ જોવાય છે કે પાણીને પોતાની સાથે મળેલું જેઈને દુધે પોતાના ગુણે પાણીને અર્યા. પછી બન્ને એક બીજાની