________________
૨૫
કમળસેના. ભાવાર્થ–“હે પ્રિયે ! કમળની એ આહાદજનક પરાગ પ્રસરી રહી છે, તરૂવર ઉપર રહેલા કુકડા શબ્દ કરીને જગતને જાગૃત કરી રહ્યા છે, સૂર્યનારાયણ પણ ઉદયવંત થઈને મેરૂપર્વતનાં શિખરને પવિત્ર કરી રહ્યો છે, એવી રીતે હે સુનયને! રજની વહી ગઈ છે ને પ્રભાત થયું છે, માટે જાગ ! જાગ ! ૧.”
“પ્રાણેશ્વરી ! મુગલાંઓ ચારે ચરવાને જે કેવાં દોડાદેડી કરી રહ્યાં છે? પંખીઓ કણ શેધવાને કિલ કિલ શબ્દ કરતાં ગગનમાં કેવા વિહાર કરી રહ્યા છે–નૃત્ય કરી રહ્યાં છે? ઠંડ દૂર થઈને માર્ગ પણ અત્યારે ઠીક થયો છે, માટે હે સુવદને! જાગ! જાગ! રજની જતી રહી છે તે પ્રાત:કાળ થયેલ છે. ૨.”
મંજરી જાગૃત થઈ. મુખશુદ્ધિ કરીને રથમાં બેઠી. યુવરાજ પણ સુભટોએ પરવરેલી નગરમાં આવ્યો. તાતને નમીને માતાના ચરણમાં નમવાને આવ્યો. ત્યારે માતાએ કહ્યું–“દીકરા ! જે જને એક આંખે જુએ છે, એક હાથે કામ કરે છે અને એક પગે ચાલે છે તે જગમાં કોઈ પ્રસંગે અપમાનિત થાય છે. તે પટ્ટરાણીમાં રક્ત થઈને કમલસેનાને વિસારી દે છે તે સારું નથી. હવે તને ઠીક લાગે તેમ કર. કમલા પણ તારી પત્ની છે. બન્ને તરફ તારે સમાન દષ્ટિથી જેવું જોઇએ, કે જેથી વિધિની–નજરમાં તારું કાર્ય અન્યાયયુક્ત ગણાય નહીં. ” માતાએ ગર્ભિત શબ્દોમાં કેટલીક પુત્રને શિક્ષા આપી, તે સાંભળી કુંવર પિતાના મંદિરમાં ગયે.
પ્રકરણ ૪૩ મું.
કમલસેના.
સોરઠો. “સાગર સુખ ન હય, રાતદિવસ હળતા; હાલક લેલક હોય, હૈયે હમારે હે સખે !” લેકે પ્રભુને ભજે છે. પ્રભુ તે સાત રાજલક ઉંચા મુક્તિ