________________
અમૃતમાં ઝેર.
૨૪૯ રત્રગર્ભ કહેવાય છે, જેથી તમારા પધારવાથી આજે મારા સકળ મનોરથ સિદ્ધ થયા.”
ભાઈ ! એમાં અમે કાંઈ ઉપકાર કર્યો નથી. ખેડુત પિતાના સ્વાર્થ માટે ખેતી કરે છે, છતાં કુદરતી જ પશુપક્ષીઓને તેમાં નિભાવ થાય છે.” એમ કહી તેઓ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ' વિદ્યાધરના ગમન પછી કુંવરે પ્રિયાને ઉઠાડી. મંજરી સ્વામીને ખભે હાથ મૂકી મંદમંદ ગતિએ ગમન કરતી ગાઢ અંધકારમાં કામદેવને મંદિરે ગઈ. ત્યાં કુંવરે તેણીને પિતાનું વસ્ત્ર બિછાવીને સુવરાવી. મધ્ય રાત્રી વીતી ગયેલી હોવાથી ઠંડીએ પોતાનો પ્રભાવ ત્રીજે પ્રહરે જમાવ્યો, જેથી મંજરીને ઠંડ લાગવા માંડી. “નાથ! ઠંડી લાગે છે.” મંજરીએ કહ્યું.
કુંવર મંજરીને ત્યાં સુવાડીને વનમાં ગયે, અરણીનાં લાકડાંમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો. આજુબાજુથી કાષ્ટ એકઠાં કરીને કાષ્ટની ભારી લઈ અતિવેગથી પ્રિયા પાસે કામદેવને મંદિરે આવવાને નીકળે. તે દૂરથી મંદિરમાં દીપક દેખાય ને તરત બુઝાયે. કુમાર મંદિરમાં આવી પ્રિયાને કહેવા લાગ્યું કે –“પ્રિયા! અહીં પ્રકાશ કયાંથી ?”
“પ્રકાશ અને તે વળી મંદિરમાં? આશ્ચર્ય!” મંદ મંદ શબ્દ મંજરી બોલી. એ શબ્દોમાં રહેલી દંભતા મેહાંધ મનુષ્યના મગજમાં ક્યાંથી ઉતરે? રાગી પુરૂષ દોષને ન જ જોઈ શકે એ સામાન્ય નિયમ છે.
હા, પ્રિયા! અહીં કેઈ આવ્યું હતું?”
આવા ઘોર અંધકારમાં અહીં કોણ આવે? મને લાગે છે કે તમે અગ્નિ લઈને આવતા હશે, તેની જાત મંદિરની ઉજવળ ભીંતમાં પડવાથી તમને ઉદ્યોત જણાયે હશે, બાકી અહીં તે કેઈએ દીપક પ્રગટાવ્યો નથી.” મંજરીને આ દંભથી પરિપૂર્ણ શબ્દો કુંવરને સત્ય લાગ્યા.