________________
ધમ્મિલકુમાર. ખાતર અગ્નિથી બળવા લાગ્યા. પિતાના ઉપકારી દુધને બળતું જોઈ પાણીએ બળવા માંડ્યું તે જોઈ દુધે અગ્નિમાં ઝંપલાવી પિતાનું જીવિત સમપર્યું. એવી રીતે બન્ને પ્રીતિથી ખેલતાં સંસારનું ખરૂં સ્વરૂપ ભૂલી ગયાં, અને પિતાનું રાજ્ય અને પરાક્રમથી મેળવેલું રાજ્ય ભેગવવા લાગ્યા.
એકદા વસંતઋતુ આવી, જેથી વનની શોભાએ નવપલ્લવ લતાઓના પ્રફુલ્લિતપણાથી અધિક સુંદર જણાતી હતી. સમય સાધી આ તુમાં પુષ્પધન્વા મનુષ્યલેકમાં આવીને વીરપુરૂના હદયને વીંધનારા પંચબાણેને તૈયાર કરતે, પોતાના વિજયથી અલ્પણ મનુષ્યની અજ્ઞાનતાની હાંસી કરતો, ધનુષ્યને ટંકારવ કરે, અનેક નર નારીનાં હદમાં એ મીઠી પીડાના સચોટ ઘાવ કરી રહ્યા હતા અને એ પ્રચ્છન્ન રહેલા વિજયી વીરનાં ગુલામ બનેલાં નરનારીઓ એ ઘાવની શાંતિને માટે અનેક બાહા ઉપચાર કરવાને માટે વાડી વન આરામમાં ફાંફાં મારી રહ્યાં હતાં. મદમસ્ત બ્રમો અનેક પુપની પરાગમાં રાગ કરીને આનંદથી ગુંજારવ શબ્દ કરતા પિતાને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા અને જાઈ કેતકી, માલતી, ડમર, મોગરવેલ, ગુલાબમાં વારંવાર આસક્ત છતાં અતૃપ્ત રહેતા હતા. મેના પોપટનાં યુગલે વનની રમણિયતાથી આનંદ કરી રહ્યા હતા. હંસહંસી સરોવર તટે કીડા કરતા સુખી જણાતા હતા. એક બાજુ વસંતઋતુની વલભા કેયલ મદભરી મીઠી મીઠી ટહુકા કરી નૃત્ય કરી રહી હતી. વનમાં આમ્રતરૂની મનહર મંજરીઓ મલકાઈ રહી હતી. ફણસ, ચાંપો, નારંગી, રાયણ, દાઢિમ, સહકાર, શેતુર, સીતાફલ, જાંબુડી આદિ તરૂવરે ફળના ભારથી લચી લચીને વસંતને નમન કરી રહ્યા હતા. મલયાચલને મંદમંદ સુગંધિત વાયુ વિરહિણી રમણીઓના હદય સંતાપી રહ્યો હતો અને યુવાન પુરૂષના હૃદયમાં તોફાન જગાવી તેમને પ્રિયાઓને ભેટવાને આતુર બનાવી રહ્યો હતો. તે વખતે સ્વાભાવિક સેંદર્યની લીલાઓ પ્રગટ થવાથી નગરજનની સાથે રાજા ઉદ્યાનમાં રમવાને ગયા. એટલે શિતળ પવનથી પ્રેરાયેલા તરવરે નમી નમીને વનમાં આવતા રાજાને અભિવંદન કરવા લાગ્યા.
રાજા ઉદ્યાનમાં વસંતઋતુને લાભ લેવાને ગયા, એટલે અગડ