________________
વનવિહાર,
૪૫ દત્ત પણ શણગાર સજી પ્રિયા મંજરીને રથમાં બેસાડીને પોતાના પરિવાર સાથે વનમાં ખેલવાને ગયે. એમ સર્વે નગરના સુખી અને વનની લીલાને પોતાની લીલાથી શોભાવવા ગયા; પણ કમલસેના, સુલસા, દિયર ને દેરાણીઓ ભેજાઈની ભક્તિ નિમિત્તે ન ગયા. કમલસેના અણમાનીતી હોવાથી ન ગઈ, તે જોઈને એના સંબંધી જને પણ ઘેર રહ્યા. દેરાણી જેઠાણીને પૂછ્યું “ભાભીજી ! આ વાત કેમ વિપરીત બની? તમે ભુવનપાલ રાજાનાં નંદિની છતાં એક દિવસ પણ તમારે વારો નહિ અને આ મંજરી કોણ જાતિની છે કે રાત દિવસ જેઠજી એને જોઈને જ મુંઝાઈ ગયા છે–એને આધીન થઈ ગયા છે? આ તો નવાઈ જેવું છે. ”
“રાજાને ગમી તે રાણું ! પ્રિતમનું મન એનામાં માન્યું ! મારાથી અધિક એ ગુણવાન છે! ઉત્તમ વણિક જાતિ છે.” આ પ્રમાણે કમલા બેલતી હતી તે સમયે કુંવરના ભાગની સામગ્રીઓદાસી લઈ જતી હતી તે જોઈને તે દાસીને તેણે કહ્યું–“દાસી! મારા પિયુને કહેજે કે એક નગરમાં ધોબીને ઘેર રાસ હતો, તે રાત્રીએ પિતાના ધણીને કહેતો હતો કે રાજાને કહે એ એક દિવસ મારી ઉપર પરિયાણ કરે. નિશિચર એવા રાજાએ તે વાત સાંભળીને રજકને તેડાવ્યો અને તેનું કારણ પૂછ્યું, ત્યારે ધોબીએ કહ્યું–સ્વામી ! એને કઈ વ્યંતરે છ છે, માટે તે એમ બોલે છે. પછી રાજા રાત્રે તેને લાવીને જળથી હુવરાવી શણગાર સજાવી તેની ઉપર અસ્વાર થયે. સેનાને લઈને પુર બહાર ગયે. ત્યારે તેની ચાલ, ચતુરાઈ જોઈને લેકે એ અશ્વને બહુ વખાણ્ય, પિતાની જાતિને બદલે અશ્વની પ્રશંસા થતી સાંભળીને તે ભુકો, જેથી રાજા ફજેત થયે. વળી કઈ કાગડી આંબાની ડાળ ઉપર બેઠી હતી, તેને જોઈને કેયલના વ્રતધારી અને તેની પૂજા કરવા લાગ્યા, એટલામાં તેનાં વચન સાંભળીને શેક કરવા લાગ્યા. બળવાન પુરૂ પણ હવશે ઠગાય છે, માટે રખે બાગમાં કાંઈ નવા જુની ન થાય.” કમળાએ દાસીને જે સંદેશે કહ્યો તે દાસીએ વનમાં જઈને યુવરાજને કહી સંભબા; પણ પ્રેમના મોજામાં ગુલતાન થયેલા યુવરાજને એ સંદેશાની ઓછીજ પરવા હતી. અહીં તે પ્રિયાના રંગરાગમાં