________________
૨૩૦
ધમ્મિલ કુમાર. તે માટે પુત્રનું અધિક ગૈારવ છતાં તમારું ભાગ્ય કસવાને મહારાજેતાતે તમને દેશવટો આપે, અને પરદેશમાં જવાથી તમારા દે દૂર થયા, ગુણે પ્રગટ થઈને તે સૌભાગ્ય લક્ષમીને વર્યા. દૂરથી પણ પુત્રનાં વખાણ સાંભળીને તમારા તાત પ્રમુદિત થયા. પુત્રના પરદેશમાં આવાં પરાક્રમ સાંભળીને ક્યા પિતાને હર્ષ ન થાય? લોકો મલીન એવા વસ્ત્રને તજે છે તે ધોબીને ઘરે કુટાઈ--ધવાઈ તડકે તપે છે, ત્યારેજ ઉજ્વળ–નિર્મળ થાય છે. ઘસાય છે ત્યારે જ ચંદન સુગંધી પામીને દેવસેવા સમયે તેનો ઉપગ થાય છે. કુમાર ! તમારા દર્શનરૂપી મંદ મંદ વાયુની શિતળ લહેરીથી તાતના હદયને તાપ શાંત થશે. તમારા મુખનું દર્શન કરવાને માતાપિતા અધિક ઉત્કંઠિત છે આતુર છે. શંખપુરીની રૈયત પણ તમને જેવાને ગાંડી ઘેલી થઈ રહી છે. એક ક્ષણ પણ તેમની જુગ જુગ સમાન જાય છે. તમને અધિક શું વિનંતિ કરીએ?” સુવેગે સર્વ હકીકત કહી સંભળાવી.
પિતાના વતનની સ્થિતિ સાંભળીને કુંવરનું હદય સ્વદેશ તરફ જવાને પ્રેરાયું. દેશ અને ગામની એગ્ય વ્યવસ્થા કરીને અધિકારીઓ નીમી દીધા. તે સર્વેના ઉપર એક પટાવત નીપે. પછી પવનચંડ ઉપાધ્યાયને તેડાવી વિનયથી નમીને સ્વદેશગમનની વાત કહી. ગુરૂએ તરતજ અનુમતિ આપી–આશિષ આપી. “વત્સ! કામ, અર્થ અને પરિપૂર્ણ સાધ્યા પણ ધમ સાધ્યા વિના તે શેભતા નથી, ધર્મથીજ પુરૂષનો જયકાર થાય છે માટે ધર્મસાધન કરજે.” ગુરૂનાં વચન સાંભળીને કુમારે આઠ દિવસ પર્યત અઠ્ઠાઈ મહોત્સવ કરીને જિનચૈત્ય, જિનપૂજન આદિ અધિક ધર્મસાધના કરી. અનેક પ્રકારે જિનમંડપમાં ઉત્સવ, નાટક વગેરે થવા લાગ્યાં. તે જોવાને નગરના ગુણી લેકો એકઠા થયા. સ્વામીવત્સલ કર્યા. યોગ્યજનોને પહેરામણ આપીને સત્કાર્યા, અને મંજરીને હીરારત્નજડિત કસબી કંચુઓ મોકલાવ્યો, ને જવાનું મુહૂર્ત પણ જણાવી તૈયાર થવાનું સૂચન કર્યું, - અઠ્ઠાઈ મહોત્સવ પૂર્ણ થયા પછી કુંવર પાઠકપત્ની રત્નાવતી