________________
સ્વદેશ ગમન.
ર૩ ને પગે લાગવા ગયો. ત્યાં જઈ તેમના ચરણમાં નમીને કહ્યું –
માતા ! તમે મને શુભ આશિષ આપે ! તાતનું તેડું આવવાથી હું હવે સ્વદેશ જવાને ઈચ્છું છું.”
“વત્સ! તું હવે સ્વદેશ સધાવીશ. એ વિયાગનાં દુ:ખ અમારાથી કેવી રીતે સહેવાશે? એ સુલસા સતીને ધન્ય છે કે જેણુએ તારી જેવા વીરને જન્મ આપ્યો છે.” રત્નવતી દુઃખી દીલે કહેવા લાગી.
માતા ! ઉત્તમ નર સાસરે ન શોભે. એથી માતા પિતા સ્વજનજન લજવાય; માટે આપ આજ્ઞા આપે. અમે હવે સ્વદેશ જઈશું.”
બેટા ! કુશલ રહે ! દૂર છતાં તમે મારા હૃદયમાં નિરંતર વસેલા છો.” ગુરૂપત્નીએ કુંવરને આશિષ આપી. કુમારે ગુરૂપત્નીને દશ ગામ અર્પણ કર્યા.
રાજકુંવર ગુરૂપત્નીની રજા લઈને રાજા પાસે આવ્યું. રાજાને પ્રણામ કરી અરજ કરી. “મહારાજ! તાતનું તેડું આવ્યું છે, માતપિતાને મળવાને મારું દિલ ઉભરાણું છે, તેથી અમને હવે રજા આપે. કેમકે શંખપુરી જવાને માર્ગ ઘણે દૂર છે.” કુંવરે રજા માગી.
કુંવર આટલાબધા દિવસ રહ્યા પણ ક્ષણની માફક તે વહી ગયા. ખરે ! પુત્રી ઉત્પન્ન થઈ તે અંતે તે પારકી જ છે. એમાં બેટાઈ શું સમજવી? કયાં તે આપણું ઘરની વસ્તી છે ? બદામનું નાણું એ નાણું નહિ, ઘેંશ છાશનું ખાણું એ ખાણું નહિ, કાંસાનું વાસણ એ કાંઈ ધન નહિ, તમરાનું ગણું એ ગાણું નહિ, બકરીનું દુઝાણું એ દુઝાણું નહિ, પારકા ઘરનું ઘરેણું તે કાંઈ ઘરેણું નહિ, બોરકુટનું અથાણું તે અથાણું નહિ. વળી વાદળની છાયા, દંભી જનની માયા, પરદેશીની પ્રીત, બળી ભૂમિએ ખેતી અને પરાયે ઘેર વસ્તી રાખવી એ કેમ બને?” એમ વિચારી રાજાએ અંત:પુરમાં જઈને રાણુને સર્વે હકીક્ત નિવેદન કરી. કુંવરને વળાવવાની સર્વે તૈયારી કરી. રથ, ઘોડા, હાથી, વસ્ત્ર, આભૂષણ, દાસ, દાસી વિગેરે કુમારને આપીને રાજાએ પુત્રીને માટે કુંવરને ભલામણ કરી. “કુંવર! એ મારી પુત્રી ઉચ્છરંગમાં