________________
૨૩૮
મ્બિલ કુમાર, થયો છું. તારૂં બળ અને શૈર્ય પ્રશંસવા યોગ્ય છે. અજીત એવા તે મને જીત્યો. હવે તું મારા મરણ સમયનું એક વચન સાંભળ. પર્વતની મધ્યે સન્મુખ દષ્ટિએ જતાં વામ દિશાએ બે નદીઓ છે. ત્યાં આગળ યક્ષનું મંદિર આવેલું છે ત્યાં મનુષ્યની વસ્તી મુદ્દલ નથી. એ મંદિરની ડાબી દિશાએ એક મોટી શિલા છે, તેને દૂર કરતાં મોટું ભંયરું છે, તેમાં જયસુંદરી નામે મારી પ્રાણપ્રિયા–વલ્લભા રહે છે, અને અસંખ્ય દ્રવ્યનો નિધાન ત્યાં ભરેલ છે. રૂપથી રંભા સમી એ જયસુંદરી અને લક્ષમી હું તને સમર્પણ કરું છું. મારા મરણ પછી મારા મૃતકને અગ્નિ સંસ્કાર કરીને તે કાર્યમાં ઉદ્યમ કરજે અને સર્વે તમારા સ્વાધિનમાં લેજે.”
તે પછી અલ્પ સમયમાં દુર્યોધન મરણ પામે તેને અગ્નિસંસ્કાર કરી રથમાં બેસીને કુમાર ગિરિની મધ્યમાં નદી ઉતરીને યક્ષના મંદિરે ગયે. શિલા દૂર કરી જયસુંદરીને તેણે બોલાવી. પરપુરૂષને શબ્દ સાંભળી ઉંચે સ્વરે ચિંતાતુર ચહેરે બહાર આવી આદરમાન સહિત તેમને અંદર તેડી ગઈ. ત્યાં ભૂમિગૃહમાં લઈ જઈ સર્વને બેસાડી જયસુંદરીએ તેમને સત્કાર કરતાં કહ્યું. “કહો, શા કારણે અમારા મંદિરે આવ્યા છે ? કંઈ નવીન સમાચાર લાવ્યા છો?”
કુંવરે દુધનની સર્વ હકીકત કહી સંભળાવીને તેનું ખળું બતાવ્યું, જેથી જ્યસુંદરીને ખાતરી થઈ કે પ્રાણનાથ સ્વર્ગે સિધાવ્યા છે. હવે તેને આધાર આ એક કુંવરજ છે. પિતાને પતિએ કુંવરને અર્પણ કરી છે એવી દષ્ટિએ બન્ને એક બીજાના સામે જોઈ રહ્યાં. કામદેવના અનુજ બંધુ સમાન કુંવર હતો અને મોહિનીનું માનમર્દન કરે તેવી જયસુંદરી હતી. બન્ને એક બીજામાં મેહ પામ્યાં. “અહો ! શું નાગકન્યાને તો પાતાળમાંથી ચારે હરણ કરી ન હાય ! રખેને નાગના ભયથીજ નાગકન્યાનું નામ જયસુંદરી રાખ્યું હોય !” એમ હદયમાં વિચારતો આંખ સાથે આંખ મીલાવતે કુંવર સુંદરી સામે જોઈ રહ્યો.
“કુંવરજી! ચંદ્રમાની કમનીય કાંતિ સરખું–પૂર્ણિમાના