________________
૨૩૨
ઘસ્મિલ કુમાર ઉછરી-લાડકી થઈ છે, તેને હે ગુણવંત! તમારે ખેળે અમે મૂકી છે. જેથી તમે નવી નારી પરણે, પણ એને વિસરશે નહિ–એનું દિલ દુભવશે નહિ.” રાજાએ પુત્રી માટે ભલામણ કરી, કુંવરે તે સર્વે વાત માથે ચઢાવી. | ભજન સમય થવાથી આ છેલ્લું ભેજન સર્વ પરિવાર સાથે રત્નવતીને ઘેર કર્યું. પાઠકપત્નીએ સર્વ પરિવારને ભક્તિ કરી જમાડ્યા, સંખ્યા. ગુરૂપત્નીએ પુત્રને તિલક કરીને શણગાર સજાવી વધાવ્યા, દુઃખડાં લીધાં અને કહ્યું-“વત્સ! વહેલા આવજે ! માતાને જઈને શિધ્ર મળજે ને શાતામાં રહેજે. કઈ કઈ વેળાએ અમને સંભારજે.” કુંવરે પાઠકને ઘરે ઘણું ધન ભર્યું. પછી રજા લઈ પરિવાર સહિત ત્યાંથી નીકળ્યો. રાજાએ પણ પુત્રીને વળાવી. બધે સજજન પરિવાર નગર બહાર આવ્યો. નગરના લેકે કુમારના ગુણે વખાણુતા વળાવવા ચાલ્યા. શુભ શુકને ચાલતાં નગરની બહાર આવ્યા. ઓળખીતા સર્વને ત્યાં મળવા બોલાવ્યા. રાજારાણું પણ સૈન્યસુભટ સાથે ત્યાં આવ્યા. કમળસેનાને બોલાવી હિતશિક્ષા આપી. “બેટા ! પતિની આણામાં રહેજે. લજજા એજ સ્ત્રીનું ભૂષણ છે તે ભૂલતી નહીં. સાસુ સસરાની માતપિતાની પેઠે સેવા કરજે. શોક્યની સાથે સખીપણાથી વર્તજે. નણદી-દેરાણુંનાં મન સાચવજે. ગુરૂને વિનય કરજે. સમતા રાખજે. દાનગુણ દીપાવજે. એ સર્વે તું ભૂલતી નહીં. શ્વસુર અને પિતૃવંશને ભાવજે.” એમ શિખામણ આપીને આંસુભરી આંખે દીકરીને ભેટીને રાજારાણી નગર તરફ વળ્યાં. કમળસેના સખીવૃંદ સાથે રથમાં બેઠી અને કુમારે સેના સાથે ધીરે ધીરે પંથે પડવા જણાવ્યું. તે મુજબ આગળ જઈ દિવસ અસ્ત થયે તેમણે પડાવ નાંખે.
છેડા બાકી રહેલા સુભટેને નગરબહાર મૂકીને એકાકી કુંવર સૂર્ય અસ્તાચળ તરફ ગયે ત્યારે અંધકાર સમયે નગરમાં ગયા. ત્યાં માલણને ઘરે મદનમંજરીને મેળાપ થતાં તેને લઈને રથમાં બેસારી કુંવર નગરબહાર આવી સુભટને મળ્યા અને માલણને દાનદક્ષિણે આપીને વિદાય કરી. હવે સુભટ સહિત મદનમંજરીને રથમાં બેસારીને કુંવર શૂન્ય માર્ગે ચાલ્યા. જગતમાં સામાન્ય નિયમ છે કે જે