________________
માર્ગમાં. -
સેમલ ખાય તેને વછનાગને શું હિસાબ? ધતુરાનાં ફળને પણ તેને શું હિસાબ? જે પર્વતને ઓળગે, જલધિનાં જળ તરે તેને ટેકરી કાંકરીની શી વિસાત? છિલ્લર જળને શે હિસાબ? જેણે સર્પો ખેલાવ્યા હોય, વાઘ રમાડ્યા હોય તે વીંછીના ડરાવ્યા કેમ ડરે? જેને જેમાં ચિત્ત લાગ્યું તે તેના વગર કેમ રહે? મૂર્ખ લેકે તે માટે ગમે તેમ કહે પણ પ્રેમીઓને તેની પંચાત હોતી નથી. આગળ ચાલતાં તેઓ સૈન્ય ભેગા થઈ ગયા. બે સ્ત્રીઓ, સૈન્ય અને સુભટો સાથે કુંવરે પોતાની મુસાફરી સ્વદેશ તરફ શરૂ કરી.
પ્રકરણ ૪૦ મું
માર્ગમાં. વિંધ્યાચળ પર્વતની તળેટીમાં એક સરેવર સમીપે તે મોટી સેનાએ પડાવ નાખે. નજીકમાં આસપાસ મદ ઝરતા હસ્તીઓ ફરી રહૃાા હતા. જ્યાં ત્યાં મહિષે નજર આગળજ જેવાતા હતા. શાર્દુલ, ચિત્રા આદિ હિંસક પશુઓ પણ દષ્ટિગોચર થતા હતા. ભીલ્લ ભીલ્લડીએ તે હજારેગમે ફરતાં જોવામાં આવતા હતા. એવી ભયંકર જગ્યાએ મોટા મોટા તંબુઓ શોભી રહ્યા હતા. છાવણના માણસો - જનકાર્યથી પરવારીને કઈ વાત કરતા, તો કોઈ આરામમાં કોઈ ફરવા હરવામાં પોતાને વખત વીતાવી રહ્યા હતા. એવા અનેક કેળાહળ વચ્ચે દિવસ પસાર થયે. સૂર્ય અસ્ત થતા ધીરે ધીરે અંધકારનું પ્રાબલ્ય વૃદ્ધિગત થવા લાગ્યું, તેમ સૈનિકે, સુભટે વગેરે સર્વ કોઈ શયની તૈયારી કરવામાં પડ્યું. કેટલાક ચેક કરનારા છાવણીમાં આમતેમ ફરતા છાવણીની રક્ષા કરતા હતા. તે સિવાય સર્વે જંપ્યું હતું. મધ્યરાત્રી ધીમે ધીમે પાસે આવતી હતી તેમ તેમ જંગલની–પર્વતની ભયંકરતા અધીક જણાતી હતી. તે સમયે ભલેનું મેટું ટોળું શસ્ત્રબદ્ધ એક સ્થાનકે ગુપચુપ ઉભેલું ઉપરીના સંકેતની રાહ જોતું આતુર નયને તૈયાર-સાવધ હતું.