________________
માર્ગમાં.
૨૩૫
નિવૃત્ત થતાં કુંવરે રણભૂમિમાં પોતાનું સૈન્ય જોયું નહિં. મનમાં અનેક ભાંજગડ કરતાં દંપતી સરવરતટે આવી સ્નાન, દંતધાવન કરી તરૂ નીચે વિસામો લેતા બેઠા, આરામ લઈને મુસાફરીની તૈયારી કરવા માંડી. બાણુનું ભાથું પીઠઉપર લાધી ખભે ધનુષ્ય ભેરવી મંજરીને રથમાં બેસાડી કમલાની ચિંતા કરતો કુમાર શેષ રહેલા સુભટે સહિત તે શંખપુરીને માર્ગે ચાલ્યો. અનુક્રમે અર્ધ પંથ કાપતાં બે પુરૂષ તેને રસ્તામાં મળ્યા, તેમને કુંવરે પૂછ્યું–“ભાઈઓ ! આ રસ્તો તે શંખપુરી તરફ જાય છે ને?”
અહીંથી બે રસ્તા જાય છે, તેમાં આ રસ્તે લાંબા છે તે શંખપુરી તરફ નિર્વિધ્રપણે જાય છે, બીજો રસ્તો ઘણે નજીકનો છે, તે પણ શંખપુરી જાય છે છતાં ઘણો વિષમ અને ભયભરેલો છે.” એક મુસાફરે કહ્યું.
કેવી રીતે ભય ભરેલો છે? ” કુંવરે પૂછ્યું.
આ રસ્તે માર્ગમાં દુર્યોધન નામે જબરજસ્ત ચેર બહુરૂપીની માફક અનેક રૂપ કરે, જેને તેને છળતે, લુંટતે ને યમરાજને મંદિરે મોકલતો એ દુષ્ટગતિના પરિણામવાળે ફરે છે. વળી યમરાજના અનુજ બંધુ સમાન સાક્ષાતકાળ હોય એ એક વનહસ્તી ફરે છે. મદોન્મત્ત એ મૃગેન્દ્ર ભયંકર ગર્જના કરતો મનુષ્યને સંહાર કરતે ફરે છે. તમે અર્ધ રણ વટાવ્યું છે, હવે અર્ધ રણ બાકી રહ્યું છે. ટૂંક રસ્તામાં આવા ભય રહેલા છે. તમને યોગ્ય લાગે તે પંથે જાઓ. તમારું કલ્યાણ થાઓ.” એમ કહી તેઓ જવા લાગ્યા. કુંવરે તેની આશિષ અંગીકાર કરીને તેને પાંચ મહોરો આપી. રથ આગળ કરીને તે ટુંકે રસ્તે ચાલે. આગળ જતાં બાર મનુષ્ય તેને મળ્યા. તે અપશ્રુતધારી મુનિઓ હતા. ગીતાર્થને અનુસરતા એવા તેઓ કુંવરનો સાથ પામીને તેની સાથે ચાલવા લાગ્યા. મધ્યરણમાં પહોંચતાં એક કાપાલિક જેગી મળે. શરીરે ભસ્મ લગાવી, મરતક જટથી શોભાવી, કપાળની માળા કંઠમાં ધારણ કરી, હાથમાં કમંડળ લઈને તે કુમાર પાસે આવ્યા. દક્ષિણ કર ઉંચે કરી આશિષ આપતે તે બે. “હે સાર્થેશ! ક્રોડ વરસ પર્યત જીવો. સંસાનું કુટ સ્વરૂપવિચારી જોગી બનીને હું ગેકુળ ગામમાં રહું છું. કાપાલિક જોગી પાસે ભેખને ધારણ કરી ઘણું દિવસોથી તીર્થયાત્રા કરતે