________________
૨૨૮
ધિન્મિલ કુમાર:અરે ! પ્રાણવલ્લભાની આટલી બધી અધીરાઈ! એને કહેજે કે પ્રિયે ! ધીરજ ધરીને રહો ! થોડા દિવસમાં તમને તેડી જઈશું ! અમારૂં વચન કદિ મિથ્યા નહી થાય.” એમ કહી વસ્ત્ર આભૂષણ, તાંબુલ આદિવડે દાસીને સત્કાર કર્યો.
“આપના વચનથી હું તેને ધીરજ આપીશ. સંતોષથી થોડા દિવસ ગુજારવા ભલામણ કરીશ.” દાસીએ કહ્યું.
બેશક, એને શાંતિ આપજે, આ મારી રત્નજડિત મુદ્રિકા એ મારી પટ્ટરાણીને આપજે ને કહેજે કે આ તારા સ્વામીની મુદ્રિકા તું તારી અંગુળીએ ધારણ કરીને મુદ્રિકાને શેભાવજે.” એમ કહીને દાસીને વિદાય કરી, પોતે પણ રાજમંદિર તરફ ચાલ્યા ગયે.
–-દિલ્હી– પ્રકરણ ૩૯ મું.
“સ્વદેશ ગમન એક દિવસ જમીને રાજકુંવર આરામથી પિતાના દિવાનખાનામાં બેઠો હતો, ત્યાં પ્રતિહારીએ આવી નમન કરીને અરજ કરી. “સ્વામિન ! શંખપુરીથી કઈ બે ઉત્તમ માણસે આપનાં દર્શન કરવા ઈચ્છે છે. આપને શું હુકમ છે?” * રાજકુંવર શંખપુરી નામ સાંભળીને ચમક. દીર્ધ સમયે તેને પિતાનું વતન યાદ આવ્યું. “કોણ પુરૂષે આવ્યા હશે? શું પિતાએ મોકલ્યા હશે કે સ્વતઃ તે લેકે આવ્યા હશે?” એમ વિચારી તરત જ હુકમ કર્યો. “જા, તેમને અંદર તેડી લાવ.”
પ્રતિહારી રાજકુંવરના હુકમથી તે બન્નેને અંદર કુંવર પાસે તેડી લાવ્યા. જોતાંજ કુમારે ઓળખ્યા, સુવેગ અને વાયુવેગે એનાતેમના પિતાના તે બે વિશ્વાસુ પ્રધાન હતા. તેમણે પણ કુમારને ઓળખીને આનંદિત હદયવડે પ્રણામ કર્યા. કુંવરે પણ ઉઠીને તેમને નેહથી આલિંગન દીધું, પોતાની પાસે બેસાડી નેહથી માતાપિતા