________________
રરર
બસ્મિલ કુમાર,
પામીને મારી જીંદગી આજે સફળ થઈ. આપ આ પલંગ ઉપર બેસે, હું ઉપર જઈને વિવાહની સામગ્રી તૈયાર કરૂં, પછી લગ્ન કરીને આપ અહીંયાં–આ રત્નભુવનમાં રહે ! મારી સાથે અખંડ સુખ આનંદ ભગવે.” એમ કહી કુંવરને પલંગ બતાવી તે માળ ઉપર ચાલી ગઈ.
કુમાર આરામ લેવાને પલંગ તરફ ચાલે. પણ વિચાર થયે કે-“આ સુંદરીનું કપટ તે ન હોય! કેમકે એ પણ ધૂર્તની બહેન છે, કોણ જાણે ચેરે આ ખગ બતાવવા વડે કાંઈ ગુપ્ત નિશાની પણ સૂચવી હોય. ઉપરથી ઉજ્વળ અને પવિત્રતાને ડાળ કરતા મનુષ્યો અંતરમાં કાળા હોય છે, તેમ આ સુંદર બાળાની કૃતિ તેવી તે ન હાય ? માટે સાવધ રહેવામાં આપણું શું જાય છે? વળી પ્રચ્છન્ન રહેલી આફતમાંથી સાવધ રહેતાં લાભ તે અવશ્ય થાય છે. તેમજ સપે, શ, વાણીયા, શસ્ત્રધારી, વાંદરા, ઠગ, ઠાકર, સોની, પદારા અને અંજાર–તેને વિશ્વાસ ! સમય પામીને તેઓ શું કરી નાખશે તેની ખાતરી શી?” એમ વિચારી એક મેટો પત્થર તે પલંગ ઉપર નાખ્યો કે જેથી એ કૃત્રિમ પલંગ ચૂર્ણ થયા ને પત્થર નીચે કુવામાં પડ્યો. કુંવર ચમક અને ખુણામાં ભરાઈ ગયે.
પલંગ તુટી અંધાર કુવામાં પડવાના ધબકારાથી બાળા ખુશી થઈને નીચે ઉતરી. “ દુષ્ટ ! મારા બાંધવને હણવાનું ફળ ભેગવ ! તું પણ એ અંધારા કુવામાં રીબાઈ રીબાઈને મર !” એમ કહી કુવા પાસે આવી.
તરતજ કુમારે છલંગ મારી તેને પકડી લીધી અને કેશે ગ્રહીને નીચે પટકી બેચાર લાતને પ્રહાર કર્યો. “માયાવી રંડા! શું કરું કે તું અબળા છે નહીતર આ અંધારફૂપમાં તને જ હેમી દેત, પણ તારા જેવો નિર્દય હું થતું નથી. ચાલ, હવે રાજદરબારમાં, ત્યાં તારે ન્યાય થશે.” એમ કહી તેને મજબૂત રીતે બાંધીને વાસભુવનમાંથી બહાર નીકળે અને મંદિર શિલાએ કરીને બંધ કર્યું
વિરમતિ તે રાજકુંવરને જીવતે જાગતે અને પોતાની ઉપર આક્રમણ કરતે જોઈ અંધારામાં જેમ વિજળી ઝબકે તેમ ઝબકી. પણ