________________
૨૨૦
ધશ્મિણ કુમાર ઉતરી ગયે. પરાક્રમી પુરૂષને ગમે ત્યાં જવા છતાં ભય હેતેજ . નથી. એ અણમોલ ઝળહળતું રત્નભુવન રાજાઓનાં મંદિર કરતાં પણ શ્રેષ્ઠ હતું. અંદર જતાંજ તેની રચના જોતાં કુમારને શાંતિ થઈ. તેની આંખો અતિશય આનંદ પામી. દ્વાર પાસે જઈ વીરમતિ નામને પિકાર કરીને દ્વાર ઉઘડાવ્યું. વીરમતિ પણ પિતાના બંધને બદલે અન્ય સ્વરૂપવાન વ્યક્તિને આમ અણધારી રીતે આવા ગુપ્ત સ્થાનકમાં જઈને ચમકી. એ મનમેહન બાળા એકી ટશે જોઈ રહી. આ કુમારિકા અત્યાર પર્યત અવિવાહીત હતી. સ્ત્રીઓની કળાઓમાં કુશળ હતી. રૂપ, વૈવન, ચતુરાઈ લક્ષ્મી સર્વે તેની ઉપર પ્રસન્ન હતાં. છતાં તેનું ભાગ્ય કવચિત તેને ઉલટી મતિ સૂજાડતું હતું. વિધાતાએ ફુરસદને સમયે ઘડેલી આ બાળા હજુ સુધી અણિશુદ્ધ હતી, તેનું કારણ કાંઈ તેનું માનસિક બળ નહી પણ આવી એકાંત એજ પ્રધાન કારણ હતું. તેના હૃદયમાં પુષ્પધન્વાના ધનુષ્યને મધુરે ટંકાર ઉંડે ઉતરી ગયા હતા; છતાં એ હૃદયને ભાવતું મેળવવામાં તેના ભાઈની આવી એકસાઈથી કંઈ પણ સાધન તેને અનુકૂળ નહોતું. મદનના તાપથી ઉપરથી સુંદર એવા સુખ સગવડનાં અનેક મનમાનતાં સાધને છતાં તેને ઉંડાણમાં દુઃખ હતું. ભેંયરામાં આવ્યા પછી કઈ પણ પુરૂષના મુખનું દર્શન થયું હોય તે તે આજે જ થયું હતું. પોતાના ભાઈને આવે તેની ઉપર બંદેબસ્ત છતાં એ બાળા ભાઈને પૂર્ણપણે ચાહતી હતી.
. રાત્રીને ચતુર્થ પ્રહર પિતાનું કાર્ય કરી રહ્યો હતો, તેવા સમયમાં આમ એકાકી અન્ય સુંદર યુવકને જોઈને એ નવાવન બાળ ચમકી–આશ્ચર્ય પામી. તેમજ એ કામદેવના મંત્રને આમંત્રણ કરતી મનમેહક બાળાને જોઈને રાજકુંવરની આંખે પણ આનંદથી નૃત્ય કરવા લાગી. વારંવાર જોયા છતાં જગતમાં કોઈને તૃપ્તિ થઈ છે કે આને થાય? બન્ને યુવાન હતાં, એકાંતમાં હતાં, પ્રદ્યુસના મદથી મેદન્મત્ત હતાં; છતાં સમય પ્રતિકૂળ હતો. કામદેવના મંત્રનું આમંત્રણ હમેશાં જે ત્રીયાથી શરૂ થાય છે તે અંતિમ પરિણામ પર્યત મીઠાશ ટકી રહે છે. હૃદયમાં જેવી