________________
વિરમતિ. મીઠાશ હોય છે તેવું જ ફળ-સુખ પ્રાપ્ત થાય છે. અહીંયાં વિધિને રંગ કાંઈક જુદા જ હતા. વીરમતિએ કુમારને પૂછયું.
“મારે બાંધવ ક્યાં છે? અને તમે કેણ છે?” એ ધડકતા હૃદયે પૂછાયેલા શબ્દો હતા. તેનું વામેતર–જમણું લેશન ફરકયું. અંતરમાં અનિષ્ટની શંકાઓ થવા લાગી. પ્રશ્નને પ્રત્યુત્તર સાંભળવાને હૃદય અધીરૂં અધીરૂં થઈ રહ્યું હતું. આતુર આંખે અત્યારે બીજી કઈ પણ બાબત ભૂલી જઈ આ પ્રશ્નોત્તર સાંભળવામાં જ લીન હતી.
વિરમતિ ! તારો ભાઈ અત્યારે આ દુનિયા ઉપર નથી. તને આવા સમાચાર આપવાને માટે હું આવ્યો છું.” રાજકુંવરે સ્થિરતાથી કહ્યું.
“હા ! મારો ભાઈ આ જગતમાં નથી? તે કયાં ગયો? શું તે મરી ગયે? કયા તેને માર્યો?” બેભાનમાં ને બેભાનમાં તે લવી ગઈ. શોકથી વિહ્વળ થઈ ગઈ.
હા! બાળા!તે મરી ગયે. કરેલા પાપની-બદકામની શિક્ષા ભેગવવાને તે પરલોકમાં ગયે.” ધીરજથી કુમારે જવાબ આપે.
પાપ! બદકામ!શિક્ષા ભેગવવાને પરલોકમાં ગયો!તે જાણું પરંતુ યમને પણ ભયંકર એવા મારા ભાઈને કયા દુષ્ટ માર્યો?”
મેં ! બાળા ! મેં માર્યો !હિંમતથી કુંવરે કહ્યું.
“ તમે! શા માટે માર્યો? માફ કરજો, ભાઈના મરણનાગમથી હું દિવાની થઈ ગઈ છું. મને પોતાને પણ હમણાં ભૂલી ગઈ છું.” બાળા કાચું કાપે જતી હતી પણ વળી બગડતી બાજી સુધારી.
“તેના અત્યાચારથી ! મહારાજના હુકમથી !” આમ કહી ટુંકમાં ચાર સંબંધી સર્વે વ્યાખ્યા કુંવરે કહી બતાવી, અને નિશાનીમાં ચોરનું ખડ્ઝ કપડામાં છુપાવેલું તે બતાવ્યું.
ભાઈનું ખળું તેણીએ ઓળખ્યું, તે વડે ભાઈએ સૂચવેલી નિશાની બાળા સમજી ગઈ, અન ભાઈનું વેર-ખુનને બદલે ખુન કરવાને તત્પર થઈ. તેણીએ માયા વિસ્તારવા માંડી. ગમગીન થયેલી બાળા એકદમ ખુશી થઈ. “સ્વામિન્ ! તમારી જેવા વીરપુરૂષને