________________
ર૧૮
ધમિલ કમાર, લડાઈને રંગ સંપૂર્ણ પણે જા હતા. ચાર એકદમ આંચકે મારી છુટે થયે ને કુમારને મારવાને ધો. બાહુ યુદ્ધ ને મલ્લયુદ્ધની માફક તેની પણ પરીક્ષા થઈ. એકબીજાને નીચા પટકતા, દાવપેચ રમતા, એકબીજાને મારવાની યુક્તિ કરતા તેઓ ભૂલાવામાં નાખી સપડાવાની તક ખોળવા લાગ્યા. પણ ચોરના દિવસે ભરાઈ ગયા હતા. પાપપુન્યની લડાઈમાં આખરે તે પુણ્યને જ જય થાય છે. તેથી મજબુત એ પણ ચોર થાકી ગયે, છેવટે-ભય પામે. થાકીને લથપથ થઈ ગયા. તે નાશી જવાને લાગ જેતે હતે. પિતાનું છેવટનું બળ અજમાવી કુમારના પંજામાંથી છુટો થઈને તે નાઠો. ખડગ ગ્રહણ કરી કુમાર ચેરની પછવાડે દેડ્યો. નાસતા ચેરની જંઘા ઉપર ઘા કરીને તેને નીચે પાડ્યો. થઈ રહ્યું, બસ ખેલ ખલાસ થઈ ગયે. છેવટે તે સત્યને વિજય થયે. ચોરની જીવનયાત્રાની છેલ્લી ઘડીએ હવે પૂરી થતી હતી. પોતે મરી જશે તે બધું અંધારામાં રહી જશે જેથી ગુહ્ય વાત તેણે કુમાર પાસે પ્રગટ કરી. “ભાઈ ! આજસુધી હું સમજતો હતો કે જગતમાં હું એકજ વીર પુરૂષ છું, પણ નહી, બહુ રતા વસુંધરા છે. પૃથ્વી એકએકથી ચઢયાતા પુરૂષે ઉત્પન્ન કરે છે. ગવી જનોના ગર્વનું મર્દન કરે છે. હું તારી ઉપર પ્રસન્ન થયે છું. મારી એક વાત સાંભળ! આ શૂન્ય દેવાલયની પાછળ વડલાનું વૃક્ષ છે. તે એક કેશના વિસ્તાર આસપાસ ઉપર ફેલાયેલું છે. તેના કોતરમાં જે તે એક મેટી શિલા જોવામાં આવશે. તેને દૂર કરશો એટલે અંદર મેટું ભંયરું છે. તે મારું રતભવન–રહેવાનું મંદિર છે. તેમાં વિરમતિ નામે મારી બેન રહે છે, તે મેં અત્યારે તને અર્પણ કરી છે. હજી તે કુમારી છે અને નવીન વનમાં આવેલી છે. મારો ધન માલ બધું તને અર્પણ કરવામાં આવે છે. આ મારૂ ખર્શ બતાવજે, એટલે તેના સંકેતથી તે તને પરણશે. તમે તેના નામથી બોલાવશે એટલે દ્વાર પણ ઉધાડશે. તેને તમે દ્રવ્ય સહિત ગ્રહણ કરી તમારે ઈચ્છિત સ્થાનકે જજે અને સુખી થજે.” એટલું બોલતાં તે ચોરની જીભ ખેંચાવા લાગી. હવે તેના છેલ્લા શ્વાસોશ્વાસ હતા. પીડામાં વધારો થતો હતે. પાટો બાંધ્યા છતાં શરીરમાંથી રક્ત વહી જતું હતું. ઇંદ્રિયે મંદ