________________
રિપુદમન. રાતની પેટીઓ લઈને બન્ને જણા ત્યાંથી યક્ષના મંદિરમાં આવ્યા. ત્યાં આગળ કઈ પરદેશી સુતા હતા તેમને દામ આપવાના કરી પેટીઓ તેમના મસ્તકે ચડાવી. તેઓ નગર બહાર પિતૃવનની પાસેના આમ્રવનમાં આવ્યા. ત્યાં મેટા વડલાના તરૂવરતળે પેટીઓ ઉતરાવી વિશ્રાંતિ લેવાને સૂતા. ચેર પણ કપટનિદ્રામાં પોઢી ગયે. પેલા મજુર પણ એક બાજુએ ઘેરનિદ્રામાં પડ્યા. રાજકુંવર સુતા સુતાં વિચાર કરવા લાગ્યા કે “આમ શત્રુઉપર વિશ્વાસ રાખીને સુવું એ જોખમભર્યું છે. તે ઘણું શક્તિવાળે, પ્રપંચી અને અપાર ધૈર્યવંત તેમજ બુદ્ધિવંત છે. રખેને બકરું કાઢતાં ઉંટ ઘુસી જાય.” આમ વિચારી તરતજ ખડ્ઝને સંતાડી પોતાના બીછાને વસ્ત્ર રાખીને તે આસ્તેથી ઉઠી વડના કોતરમાં ગડી ગયે. થોડીવારે શાંતિ થઈ અને બધા જગ્યા એટલે ચેરે હાથમાં ખડ્ઝ ગ્રહીને ભારવાહક પરદેશીને મારી નાંખ્યા અને કુંવરની પથારી ઉપર ઘા કર્યો. પથારીના બે ભાગ થયા. ચોર ચમક્યા. “અરે પથારી તે શૂન્ય છે, એ ધૂર્ત કયાં ભાગી ગયે?” આમતેમ જોવા લાગ્યું. એટલામાં એકદમ કોતરમાંથી ખળું ખેંચીને કુંવર કુદ્યો. તે વિચાર કરતા ચેરની ઉપર પડ્યો. તેને ગળચીથી એક હાથે પકડ્યો અને કહ્યું–“અરે વિશ્વાસઘાતી ! પાતકી ! જેમ કેશરીસિંહ આગળ હરણીયું રાંક છે તેમ મારી આગળ તને સમજજે.”
અચાનક ઉપર પડી ગળચી પકડવાથી-દબાવાથી ચોર મુંઝાયે, તેણે છુટવાને પ્રયત્ન કર્યો પણ સખ્ત દબાણ હોવાથી ગુંગળાવા લાગ્યું. પોતે મજબુત હતો છતાં અત્યારે તેને સમજ પડી કે મજબુતને માથે પણ મજબુત તેને મળ્યા હતા. વિધિએ શેરને માથે સવાશેર પેદા કર્યો હતે. ચારે તરતજ પિતાની તલવાર ઉંચકીને જે કુમાર ઉપર ઘા કરવા જાય છે તેવીજ કુમારની તલવાર તેની તલવાર ઉપર પડી, જેથી તેની તલવાર ખણણણ કરતી દૂર જઈને પડી. ચોર નિ:શસ થયે. ચેરે જાણ્યું કે “આજે સો વર્ષ પૂરાં થઈ જશે, મનના મનોરથ મનમાં જ રહેશે.” જેથી પોતાનું હતું તેટલું બળ અજમાવ્યું, પણ લાચાર ! તે પાપનો ઘડો ભરાઈ ગયા હતા. પુણ્ય અને પાપની
૨૮