________________
૨૧૬
ધગ્નિલકુમાર, છે. જ્યાં તમે ને ક્યાં હું ? તમે સમર્થ યેગી અને હું સંસારમાં ગરીબાઈના દુઃખમાં સડતે કંગાળ પ્રાણી–પરદેશી. જુગારમાં સર્વ દ્રવ્ય હારી જવાથી અત્યારે દ્રવ્ય વગર હું મહા મુશીબતમાં આવી પડ્યો છું. આપઘાત કરવાના વિચારમાં છું! દુઃખના એ દેહલા દિવસો હવે શે ગુજારવા? દ્રવ્ય ન હોય તે મરણ એજ કંગાળને માટે તે શરણ છે. કેમકે વ્યાધિ, વ્યસન, વિવાદ, વૈશ્વાનરને વેર એ પંચવવા વધ્યા, તો જરૂર દુ:ખમાં નાખે!” કુંવરે પોતાની વાત કરી.
એ તુચ્છ દ્રવ્યની ખાતરતું આટલે બધા દુઃખી બન્યો છે.” જોગીએ પૂછયું.
“બેશક ! દારિદ્ર છે એ મનુષ્યનું આયુષ્ય છતાં મૃત્યુ છે. રેગ નહિ છતાં પણ એજ મહાન રોગ છે. જગતમાં એથી બીજું કયું મહાન દુઃખ હોય?” કુંવરે કહ્યું.
એ સર્વ તે અસત્ય કહ્યું, સૂર્યના ઉદયે કદાપિ હિમ પડે કે? દારિદ્રરૂપી મૂળને નાશ કરવાને મને કુહાડા સરખો વિદ્યમાન તું સમજ?”યાગી બેલ્યા.
મારૂં દારિદ્ર દૂર કરો તો આપને માટે ઉપકાર ! જોગીરાજ!” કુંવરે મર્મમાં કહ્યું “ઠીક છે, હાલમાં તું અહીંજ બેસ ને સમય થતાં હું તને તેડવા આવીશ. તારૂં દારિદ્ર કાપીશ.” એમ કહી જોગી સ્મશાન તરફ ચાલ્યો ગયો.
કુંવરે વિચાર્યું – “આ ભાઈમાંજ કંઇકદાળમાં કાળું જણાય છે. નગરીમા તફાન આમના સિવાય બીજા કોનું હોય? ચાલે જોઈએ ! રાતના તે આવીને શું કરે છે?” એમ વિચાર કરતાં રાત્રી પડી.
રાત્રી હમેશાં ચાર જણને પ્રિય હોય છે. ઘુવડ, ચેર, ભૂત ને વ્યભિચારી. લેહનાં બે મોટાં કાતરીયાં લઈને તેમજ હાથમાં તરવાર ધારણ કરીને પરિવ્રાજક કુમારની પાસે પહોર રાત્રીને સમયે આવ્યો, અને તેને લઈને તેનગરીમાં પેઠે. પ્રથમ તેણે લેકેની નજર બાંધી અને અદશ્ય વિદ્યાએ તે નગરમા ચાલે. એક કેટધ્વજના ઘર આગળ આવી કાતરિયાથી ભીંત કાપીને તેમાં બાકોરું પાડી ઘરમાં પેઠે. તેની સાથે કુમાર પણ પેઠે. વસ્ત્રાભરણ તથા ઝવે