________________
રિપુમન.
૨૧૩
કરવા લાગ્યા. કેટલીક સ્ત્રીએએ અમુક વ્રતનાં નિયમ લીધાં. કેટલાંક દાન, પુણ્ય, ધર્મ વગેરે ઉત્તમ કાર્યો કરી વિજયી વીરના વિજય ઇચ્છવા લાગ્યાં. વિાધની કળા કળી કેમ શકાય ? જેનર પેાતાની જન્મભૂમિમાં, પેાતાના માતાપિતાને અકારા થયા તે પરભૂમિમાં રાજસન્માન પામ્યા, લેાકપ્રિય થયા. ખરે મનુષ્યના ભાગ્યના છુપા ભેદ અલ્પજ્ઞ મનુષ્યાથી અજાણ હોય છે. વિધિ કોઇ વખતે ખાટામાંથી પણ સારૂ કરે છે. નિરાશામાંજ અમર આશા છુપાયલી હાય છે. અંધકારના નાશ થતાંજ સવિતાનારાયણ પોતે ઉદય પામે છે. દુઃખમાંથીજ સુખની ઉત્પત્તિ થાય છે. ગજમદ મર્દન કરીને આ રાજકુંવરે નગરવાસી નરનારીનાં હૃદય જીતી લીધાં હતાં, એમાં વધારે કરવાની કુદરતે તેને આ ખીજી અમૂલ્ય તક આપી હતી; જેથી નગરીનાં નરનારીએ તેની કાર્યસિદ્ધિ માટે સ્વત: ઉચ્છ્વાસથીજ તપ, જપ, વ્રત, નિયમ અને દાન પુણ્યમાં સાવધાન થયાં હતાં.
કમરમાં તલવાર આનંદથી નૃત્ય કરી રહી છે, એવા આ રાજકુમાર નગરમાં ફરતા ફરતા કદાઇ, વેશ્યા વગેરે સ્થાનકાનુ અવલાકન કરતા કામદેવના મંદિરે ગયા. હૃદયમાં અચાનક કાંઇ વિચાર આવવાથી પૂજારીને ખેલાવી નાહી ધોઇ સ્વચ્છ ;નિર્મળ થઇ કામદેવને નમી પૂજીને તેની આગળ ધૂપ, દીપ પ્રગટાવી પોતે ધ્યાન લગાવીને રાત્રીને સમયે બેઠા. પૂજારીને ધ્યાન રાખવા સૂચછ્યું. તેના ધ્યાનથી કામદેવ પ્રગટ થઇ એણ્યે-“હે મહાસત્વ ! એ મહાત્ત ચારની તને શી વાત કહું ? તે મને પણ લુંટી ગયા છે! મારી પ્રિયા રતિની પ્રીતિમાં નિમિત્તભૂત એવા મારાં શણગાર પણ રાત્રીને સમયે તે હરી ગયા છે. મંદિરમાં એણે એસ્ત્રીઓને નગ્ન કરી, તેમાં હું વચમાં પડ્યો, તે મે માર ખાધેા.”
રાજકું વર નિરાશ થઈ પાતાનું કાર્ય આટાપી વસ્ર સજીને ત્યાંથી નીકળ્યેા. “ આહા ! આ ચાર કેાઇ ઉસ્તાદ જાદુગર જણાય છે, જેણે દેવાને લુંટવાની હિંમત કરી, તેને મનુષ્ય શુ` હિસાખમાં હાય ? એ માનવ અને તેમાં પણ ચાર છતાં કાઇ અસાધારણ વ્યક્તિ જણાય છે, ઠીક છે, અત્યારે તેા હવે પ્રભાત થઈ ચુકી છે, આવતી રાતના