________________
અદ્દભુત લુંટારે.
૨૧૧ દરવાજે આવ્યો તે દરવાજો બંધ હતે. ચારે દરવાજો બંધ કરાવી પકો બંદોબસ્ત કરીને રાજાને રખડાવ્યું હતું. બહારથી તેણે દરવાજો ખખડાવવા માંડ્યો, પણ દરવાન દરવાજો બંધ કરીને સુતેલ તે દરવાજે ઉઘાડે નહીં. ઘણું એ કહ્યું કે, “હુંજ રાજા છું, ચેર મને ઠગીને મારાં વસ્ત્રો પહેરી લઈ મારા ઘોડા ઉપર બેસી નગરમાં ભાગી ગયા છે.” પણ રાજા સાહેબની વાત અત્યારે તે નામંજુર થઈ.
દરવાને કહ્યું “રાજાજી તે ક્યારનાય ચોરને બહાર કાઢીને શહેરમાં ચાલ્યા ગયા છે; માટે નક્કી તુજ ચેર છે. અત્યારે કોટી પ્રયત્ન દરવાજે નહીં ઉઘડે.”ઠંડીના દિવસેની એ ઠંડી સહન કરીને રાજાએ રાત્રી નગર બહારજ વ્યતીત કરી. પ્રભાતે દરવાજો ઉઘડતાં સિાએ રાજાને ઓળખ્યા.
હવે પાંચમે દાવે ચાર પુરોહિતની હાજરી લેવાને દક્ષિણ દિશાના દરવાજા તરફ નીકળ્યા. પુરોહિત ગણપતિના મંદિરે ચાર પકડવાને માટે જાપ કરતે બેઠે હતો. ત્યાં અદશ્યપણે ગણપતિની મૂર્તિ પાછળ રહ્યો. તરતજ ચોર પ્રત્યક્ષ રીતે –“વત્સ ! માગ ! માગ ! તારે શું જોઈએ, તારી ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું.”
પ્રભુ ! ગણપતિદેવ ! જે તમે પ્રસન્ન થયા હો તે આ નગરીને રંજાડના ચેર મને ઍપો, એજ મારે અભિષ્ટ ફળ જેઈએ છીએ.” પુરેહિતે ગણપતિ પ્રસન્ન થઈને બેલ્યા, એટલે ચેરની માગણી કરી.
“તારે ચોર જોઈએ છીએ. ઠીક, ચાલ મારી સાથે હું તને તેના રહેઠાણમાંથી તને સેંપી દઉં.” એમ કહી ગણપતિની આકૃતિ સમાન એક આકૃતિ મૂર્તિમાંથી જાણે પ્રગટ થઈ હોય તેમ પ્રગટ થઈ. તેને હાથ પકડીને પુરહિત ધસમસ્ય, તેની સાથે સાથે ચાલ્ય. જંગલમાં લઈ જઈને ચેરે તેને મંત્રબળથી વાંદરો બનાવી એક પીપળાના વૃક્ષે બાંધી તેને હાથે ટીંપણું બાંધ્યું. હાથમાં જપમાળા આપી, અને મસ્તક ઉપર યજ્ઞોપવિત નાખી ત્યાં રાખે. એક ચીઠી લખીને ઝાડે ચેડી તેમાં જણાવ્યું કે–રાજા તમારા માટે બે દિવસ