________________
૨૭૯
અદ્દભુત લુંટારે અડાડી. “પીઓ ! મારા સાહેબ ! આ દાસીની તુચ્છ વાનગી ! પીઓ !” વિષયી ન હમેશાં વિશ્વાસુ હોય છે. એ વિશ્વાસમાં મૂર્ખ બનીને અને ઘણુ અનર્થોના ભંગ બને છે. તે સ્ત્રી-આહેરણે બે ચાર ખાલી ઉપરાઉપરી પ્રધાનને પાઈ દીધી. તરતજ મંત્રીનું ચૈતન્ય નષ્ટ થયું. તે મૂર્શિત થઈને ભૂમિ ઉપર પડ્યો. પછી તેમનાં દાઢી અને મૂછ અર્ધા અર્ધા ચેરે મુંડી નાંખ્યાં અને બન્ને પગ હેડમાં જડી લીધા. મુખ ઉપર ખાસડું મૂકયું, અને તેના વસ્ત્ર આભરણસર્વે ઉતારી લીધાં. બીજી પણ ત્યાંથી જે મીલકત હતી તે જોઈ તપાસીને કબજે કરી લીધી. જેમ આવી હતી તેમ ઘણાના હદય ધડકાવતી તે નિર્ભયપણે મંત્રીને લુંટી–બેહાલ કરીને ધોબીને ઘરે ચાલી ગઈ. સ્વસ્થ થઈને પિતાને નારી વેશ ઉતારી નાખે, અને નિરાંતે શ્રમ ઉતાર્યો.
ચેથી દાવ માટે પૂર્વદિશાએ રાજા પિતે દરવાજે ચોકી કરતે રહ્યો છે. હવે રાજાને ઠગવા માટે પોતે ધોબીને વેશ કરીને ગધેડા ઉપર લુગડાની લાદી નાખી મધ્યરાતે ચાલ્યો. રાજા જ્યાં ચોકી કરતો હતો. ત્યાં પૂર્વ દિશાના દરવાજાપર નિર્ભયપણે તે આ . દરવાજામાંથી બહાર નીકળે છે, ત્યાં રાજાએ પૂછયું “ તું કોણ છે? અને કયાં જાય છે ? આજકાલ નગરીમાં આટલો બધો ચેરને ઉપદ્રવ છતાં આશ્ચર્ય છે કે તું નિભય બન્યા છે!”
“મહારાજ ! શું કરું? નોકર છું, તેથી આ કરવું પડે છે.” તે ચેર–ધોબીએ જવાબ આપે.
કે નોકર છે? નેકરી તે દિવસની હોય કે રાતની?” રાજાએ પૂછયું.
“ મહારાજ ! આપની પટ્ટરાણીન-પનીના ચીર ધોવા માટે મધ્યરાતના મારે નીકળવું પડે છે, કેમકે દિવસે તે ભીંજાચેલા ચીરની સુગંધીથી ભમરાઓ આવીને ચીર ઉપર બેસી તેને બગાડી નાંખે છે, માટે રાસાહેબને હુકમ એ છે કે તારે નિયમિતપણે મધ્યરાતે જવું. શું કરીએ? કઠીણમાં કઠીણ સેવા પણ અમારે ગમે તેવા ભયમાં ઉઠાવવી પડે છે.” ધોબીએ ખુલાસો કર્યો. ર૭
.