________________
૨૧૦
પસ્મિલકુમાર : “પણ ચારને ભય હાલ ઘણે છે, તેથી તું નગર બહાર કેવી રીતે જઈ શકશે?” રાજાએ બેબીને કહ્યું
“મહારાજઆપની તીખી તલવાર જ્યાં ફરતી હોય –ાં મને ભય શાને હોય?” રાજાને મોટા માને ચઢા.
ઠીક, જા, જે કદાચ ચોર નજરે પડે તે ત્યાંથી ડીંડીર વગાડજે, એટલે હું આવી પહોંચીશ.” રાજાએ બેબીને જવાની રજા આપી.
“જેવો મહારાજાને હુકમ?” કહી ધોબી નગરની બહાર તળાવને રસ્તે પડ્યો. ત્યાં સરેવરને કિનારે જઈને ચુને લેપ કરેલ એક ઘડે કાઢીને સરોવરના પાણીમાં આઘે લઈ જઈને તરતા મૂકી દીધે, અને તરતજ ડીંડીર વગાડયું. તે સાંભળી રાજા તુરંગ ઉપર ચડીને ત્યાં આવી પહોંચે. “કેમ શું છે?” રાજાએ પૂછયું.
મહારાજ ! આપના ભયથી જુઓ આ પાણીમાં તે ચેર જાય છે. ” ધોબીએ-રે અજવાળી રાતમાં તરતે ઘડે હતું તે આંગળીથી રાજાને બતાવ્યો.
તરતજ રાજાએ પોતાનાં વસ્ત્ર આભૂષણ વગેરે ચર–ઠેબીને આપ્યાં અને અશ્વની લગામ તેને સેંપીને કચ્છ મારી પતે સવારમાં પેલા ઘડાને–ચારને પકડવાને તેની પાછળ પડ્યો. તે એકચિતે ઘડા જતા હતા તે તરફ તરત ચાલ્યા. આ તરફ ચાર રાજાનાં કપડાં ચઢાવી તુરંગ ઉપર બેસીને દરવાજે આવ્યું. અંધારામાં– થોડા પ્રકાશમાં સુભટેએ રાજા તરીકે તેને જા. નગરના દરવાજા તેણે બંધ કરાવી દીધા અને કહ્યું કે ચોરને બહાર કાઢયેા છે. માટે તમે દરવાજો ઉઘાડશો નહિ. ગમે તેટલા દંભ–પાખંડ કરે પણ પ્રભાત લગી ઉઘાડશે નહિ.” એમ કહી ઘેડે દેડાવી તે પોતાને ઠેકાણે ચાલ્યા ગયે
હવે આ તરફ રાજા તરતાં તરતાં સામે કાંઠે ગયે. ત્યાં દંડવડે તાડન કરતાં ઘટ ભાંગી ગયે. તેથી તે તરત સમજે કે “દો થયે. એ ધોબીજ ચોર હતો. કિનારે આવ્યો પણ કઈ મળે નહિ. ભીને લુગડે