________________
બસ્મિલ કુમાર.
મહાત્સવપૂર્વક. શાંતિકર્મ કરશે, તેા તમે પાછા પુરોહિત થશેા. ત્યાંલગી એ દિવસની આ ઠકુરાઈ લાગવા. ’ એ મુજબના પત્ર વૃક્ષે ચેાડી ચાર પેાતાને સ્થાનકે ચાલ્યા ગયા.
૧૨
પ્રભાતમાં રાજાને ખબર પડી, ત્યાં આવી ખેદપૂર્વક મહાત્સવ કર્યા, એટલે પુરાહિત મૂળ સ્વરૂપે પ્રગટ થયા, અને રાજા સાથે પેાતાને ઘેર ગયા. રાજા પાસે ચારે જણની યાદ આવી કે ચાર અમુક અમુક રીતિએ અમને ઠગી ગયા છે. રાજા પોતે પણ ઠગાયા હતા, જેથી નગરમાં ઉત્તમ ગણાતા આ પાંચે ઝંખવાણા પડયા. લાકમાં હાંસીને પાત્ર થયા. હજારા લેાકે એમનાં કાતુક જોવાને એકઠા થયા. વારંવાર હસી, ઠઠા–મશ્કરી કરવા લાગ્યા. આ રીતે પાંચે જણુના પ્રયત્ન એક સાથે નિષ્ફળ ગયા, જેથી એ સર્વે નાં માં પડી ગયાં હતાં. ચિંતાની આછી આછી વાદળીથી શ્યામ સ્વરૂપ થયાં હતાં. હવે પાંચમે દિવસે રાજસભામાં સાત દિવસમાં શત્રુને દમન કરવાનું પણ અગડદત્તકુમારે કર્યું.
——
પ્રકરણ ૩૬ મુ.
• રિપુદમન, ’
સાત દિવસનું પણુ કરીને અગડદત્તકુમાર હાથમાં ખડ્ગ ગ્રહી રાજાની આજ્ઞા મેળવીને નીકળ્યા. રાજ્યસભા અને રાજા તેનું સાત દિવસનુ પણ જોઇને આશ્ચય પામી. ‘આવેા મહાધૃત્ત ચાર ચતુરાઈમાં નિપુણ તે રાજકુવરથી કેમ પકડાશે. ? ’ જો સાત દિવસમાં તે નહિ સપડાય તા અગ્નિમાં પ્રવેશ કરી કુમાર નકકી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરશે, અને આવું અમૂલ્ય રત્ન આ જગતમાંથી અને આ નગરીમાંથી નાશ પામશે. પ્રભુ ! પ્રભુ ! વિધિ ઈચ્છા બળવાન છે. જેમ જેમ વાત નગરમાં ચર્ચાતી ગઇ તેમ તેમ સર્વ કાઇ કુંવરના વિજય ઈચ્છવા લાગ્યું. કેટલાંક નરનારીએ તે કુ ંવરનું કાર્ય સિદ્ધ થાય, તેને વિજ્ય મળે તે નગરીની આફત ટળે તે માટે ખાધા, માનતા