________________
ધમ્મિલ ઘર બહાર.
૧૦૫
જે, સાંભળ, આજે જે મેં ઓચ્છવ માંડીને આવડો મોટો ખર્ચ કર્યો છે તે શા માટે કર્યો છે તે તું જાણે છે?”
નાજી! કાંઈ બાધા-માનતા હશે તેથી, બીજું શું હોય વળી?” દાસીએ કહ્યું.
“બાધા એ નથી ને આખડી એ નથી! એ બધું એક જાતને દંભ છે. જેને માટે આટલું બધું મેં ખર્ચ કર્યું છે તે મહાન કાર્ય તે હજી બાકી છે, અને તે તારે હાથે કરવાનું છે, સમજી?”
“ઘણી જ ખુશીથી, ફરમાવો તે કાર્ય. ”
“જે ચંદ્રહાસ મદિરાનું પાન કરીને વસંત અને ધમ્મિલ બને બેભાન દશામાં પડ્યાં છે. તે મદિરાનો કેફ એ છે કે પહાર દિવસ ચઢશે ત્યાં લગી તેને નિશા રહેશે અને તેમના એ નિશામાં ધમ્મિલ અને વસંતને આપણે છુટાં પાડવાં છે, જેથી તે કદિ પણ એક બીજાં મળી શકે નહિ. તેમને છુટાં પાડવાનું કાર્ય તારે કરવાનું છે, ચંપા! સમજી?” ડેશી મુખ્ય દાસીને ઉદ્દેશીને બોલી.
એમાં શું મોટી વાત છે? એ તો મારા એક ડાબા હાથનું કામ છે, બાઈજી ! “ચંપા લટકે કરતી ઘમંડપૂર્વક પિતાના સ્ત્રીજાતિના ઉત્સાહથી બોલી.
“કેવી રીતે તે તેમને અલગ કરી શકીશ?” ડોશીએ પૂછયું.
કેવી રીતે? અત્યારે લગભગ મધ્ય રાત્રીને સમય થવા આવ્યા છે. ત્રીજો પ્રહર વીત્યા બાદ એ કંગાળને બેભાન અવસ્થામાં જ વસંતતિલકાની પાસેથી ઉચકીને ગાડામાં નાખીશું અને પછી ગામ બહાર વગડામાં જઈને એને છોડી દઈશું, એટલે બેડો પાર !” ચંપાએ જાણે એમાં મોટી વિસાતન હોય તેવી રીતે બેપરવાઈથી કહ્યું.
“બરાબર છે, તારી એ યુક્તિ ઠીક છે, આપણું કાર્ય એથી અવશ્ય સિદ્ધ થશે, એ ધમ્મિલ વસંતતિલકાથી હંમેશને છુટે પડશે, ત્યારે જ આપણું કાર્ય પાર પડશે.”
તમે તે માટે હવે નિશ્ચિત રહે, હવે એ અમારે માથે!” ૧૪.