________________
૧ર૬
ધમિલ કુમાર.
કેવી રીતે કરીશ ? ને પરીક્ષા કર્યા વગર જે મને કદાચ કોઈ , ખરાબ વર મળે તે પિતાને આ સર્વે પરિશ્રમ-દ્રવ્યવ્યય નિષ્ફળ જશે, ને મારા ભાગ્યમાં તે આટઆટલે ખર્ચ કરવા છતાં હમેશનું દુ:ખ જ રહેશે. કેમકે કન્યાને જે વર સારો ન મળે તે તેનો આખો જન્મારે વ્યર્થ ગ જાણુ. જેથી આજે રાત્રે એ સર્વે રાજાઓની પ્રચ્છન્નપણે મારે તપાસ કરવી–તેમના ગુણદોષની ખાત્રી કરવી.”
પછી તેજ રાત્રીના કુમારી પોતાની એક વૃદ્ધા સખીની સાથે પુરૂષને વેશ ધારણ કરીને ભ્રમરીની માફક દરેક રાજાના ઉતારાઓમાં ભમવા લાગી. જેમ જેમ રાજાઓનાં એકાંતમાં થતાં આચરણે તે જોતી ગઈ તેમ તેમ તે પિતાની સખીને જણાવતી ગઈ. “સખી! જે આ રાજા અલ્પબુદ્ધિવાળો છતાં પિતાની વાકળા બતાવવાનું કે આડંબર કરે છે? જુઓ આ રાજા મદ્ય પીનારની માફક અલ્પ કળાવાળો છતાં અભિમાનમાં જ ઉન્મત્ત થઈ ગયો છે. આ ત્રીજે સર્પની માફક ક્રોધાયમાન થયા છે, તેની આગળ નેકરે બિચારા આજીજી કરતા ક્ષમા માગે છે, છતાં પણ તે શાંત થતો નથી. આ ચોથે રાજા પિતાના માણુ સાથે કેમ સંભાષણ કરવું તે પણ ગામડીઆ ગમારની માફક સમજતો નથી.” એ પ્રમાણે સર્વે રાજાઓના દે પિતાની સખીને સંભળાવતી કાંઈક ખિન્ન થયેલી કુમારિકા ગુણવર્માના મંદિરમાં-ઉતારામાં આવી. મિત્રોની સાથે સ્નેહથી વાતૉલાપ કરતા, તત્ત્વજ્ઞ પુરૂષોનાં સુધાસમા વચને પ્રીતિથી ગ્રહણ કરે એને કનકવતીએ નિહાળે. એ છટા, એ ગૌરવ, એ પાટવતા, એ ચપળ કમળાક્ષીઓના નેત્રને હરણ કરનારું રૂપવન જોઈને કન્યાએ મુગ્ધ ભાવથી માથું ધુણાવ્યું. જાણે પૃથ્વીને બીજે ઇંદ્ર હોય એવા અદભૂત ગુણવાળા ગુણવર્માને જોઈ બાળાનું ચિત્ત એનામાં જ સ્થિરભાવ પામ્યું. સર્વ ઠેકાણે ભ્રમણ કરવાથી ખેદયુક્ત થયેલું તેનું ચિત્ત ત્યાં શાંતિ પામ્યું. જેમાં ગ્રીષ્મઋતુના તાપથી તપેલાને શીતળ છાયામાં શાંતિ થાય તેમ કુમારને જોવાથી તેનું હૃદય પ્રસન્ન થયું. પછી પિતાના ચિત્તને ગુણવર્માના ચરણમાં મૂકીને તેના પ્રતિ સ્નેહવાળી કુમારી ફક્ત શરીરને લઈને જ સખી સાથે પિતાના આવાસમંદિરમાં આવી અને પિતાની એ સહચરીને