________________
પ્રિયાની ખાતર.
૧૫૧ - એ ત્રણ કુમારિકાઓની વાણી સાંભળીને કુમારે તેમને પિ તાને સ્થાનકે જવાની અનુમતિ આપી, વિદ્યારે મારફતે એમને એમને ઘેર પહોંચાડી અને પોતે વિદ્યાધરને રજા આપીને પ્રિયંવદાની સાથે વિમાનમાં બેસીને પોતાને દેશ હસ્તિનાપુરમાં આવ્યા. પ્રિયાના મંદિરમાં વિમાન ઉતર્યું, એમાંથી પ્રિયંવદા અને કુમાર ઉતરીને મહેલમાં ગયાં. | મહેલમાં બેચેન રહેલી કનકવતીનું ડાબું અંગ ફરકતું હતું, જેથી તે મનમાં કંઇક શુભ સંક૯પ કરવી હતી, એટલામાં તે પિતાની સખી અને પતિને પ્રફુલ્લિત ચહેરે આવતા જોઈ એણે સારૂં અનુમાન કર્યું. એણે સખીને પૂછયું—“પ્રિયંવદા ! કહે તો ખરી આજે ત્યાં ગયા પછી એ ખેચરે તને શું પૂછ્યું?”
જવાબમાં પ્રિયંવદાએ કુમારના શાર્યનો ને મહાબલના વધનો વૃત્તાંત કહી સંભળાવ્યું. એ સાંભળીને જેમ કોઈ માણસના હદયમાં શિલ્ય ભરાયું હોય અને તે નીકળી જતાં જેમ આહાદ પામે એમ કનકવતી બેહદ ખુશી થઈ અને કહેવા લાગી– “ પ્રિયંવદા ! ખરેખર તારી ફેઈએ પ્રિયંવદા તારું નામ પાડયું છે તે બરાબર છે. આજે તે તે સત્ય કરી બતાવ્યું છે, પણ કુમાર ત્યાં કેવી રીતે આવ્યા, કેમ કરતાં પ્રગટ થયા, અને કેવી રીતે એને વધ કર્યો? એ બધું ચરિત્ર આશ્ચર્યકારક છે.” સખીને એ પ્રમાણે કહીને પછી બન્ને પતિ પત્નીએ આજે નિર્ભયપણે વાતો કરી. જાણે પરણ્યાની પ્રથમ રાત્રી આજેજ હોય તેમ તેમના હાવભાવે શરૂ થયા. સમય જોઈને ચતુર પ્રિયંવદા ત્યાંથી છટકી ગઈ. ઘણું કાળની ઉત્કંઠાવાળાં એ વિયેગી પ્રેમીઓએ આજે સંસારની સુખની ઘડી પ્રાપ્ત કરી. બધે શ્રમ-પરિશ્રમ આજે સફળ કર્યો. સંસારજનિત સુખનો ઉપભોગ કરતું એ યુગલ રતિશ્રમથી પરિશ્રમિત થયેલું તે દિવસની નિશાને સમયે નિદ્રાધિન થઈ ગયું. માણસ ધારે છે શું ત્યારે વિધિ કરે છે શું ? બન્નેનાં કર્તવ્ય હમેશાં જુદાંજ હોય છે.
આકાશમાર્ગેથી એક તેજસ્વી પુરૂષ પાનળથી ધમધમતે વિમાનમાં બેસીને સડસડાટ ચાલ્યા આવતું હતું. તે અનુક્રમે કુમાર