________________
દેશવટો.
૧૮૩ ગુરૂએ તને બે વિદ્યાએ ઉલાસથી આપી છે, તે વિદ્યાઓ તેપણુ ગુરૂને પાયે નમીને ગ્રહણ કરી છે. વળી ગુરૂએ તને તે વિદ્યા સિદ્ધ કરવાને અહીં મોકલ્યો છે તે પણ વિનયે કરીને મોહિની અને શત્રુપરાજયિની બન્ને વિદ્યાઓ મારી આગળ સિદ્ધ કરી છે, તે તે બનેની હું તને સિદ્ધિ આપું છું. મારાં વચનથી તે બન્ને વિદ્યાઓ તને સિદ્ધ થશે. હવે તું તારા ઘર પ્રત્યે જા. તારા ભાઈ આ દુર્મતિને એકે વિદ્યા સિદ્ધ થશે નહિ; કેમકે ગુરૂએ પ્રસન્ન થઈને તેને આપી નથી, પણ ગુરૂથી ચોરી કરીને એ વિદ્યાઓ તેણે લઈ લીધી છે તેથી તેને સિદ્ધ થશે નહીં.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી ત્રણે જણાએ પિતપોતાનું કાર્ય પૂર્ણ કરીને જોજન પકાવી ઉદરને ઈન્સાફ આપે, અને શ્રમિત થયેલા હોવાથી આરામ લેવા લાગ્યા.
વિદ્યા, મંત્ર, તંત્ર, કેયંત્ર એ સર્વ વિનય વડે ગુરૂ પાસેથી પ્રાપ્ત કર્યા હોય તેજ ફળદાયક થાય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –
लोभी मत्सरिणांगभूषणपरो नीचप्रसंगी सदा, __छिद्रान्वेषक सदगुरोरविनयी द्वेषी गुरुणामपि; .. . धूर्तोऽसत्यप्रकल्प लंपट खलः दुष्टः कुमार्गानुग
स्तेषां यंत्रकमंत्रसाधनविधि सिध्यन्ति नो कहिचित् ॥ १ ॥
ભાવાર્થ-“અતિલોભી, ઘણે મત્સર કરનાર, વૃત્તિવાળે, હલકા જનની સેબત કરનાર, અન્યનાં છિદ્ર જેનાર, સદ્ગુરૂને અવિનયી, ગુરૂને દ્વેષ કરનાર, ધૂર્ત, હમેશાં અસત્ય બોલનાર, પરદારા-વેશ્યા લંપટ, બળ, જીવહિંસાદિક દુષ્ટ કામ કરનાર અને કુમાગે ગમન કરનાર-એવા પુરૂષોને યંત્ર, મંત્ર, તંત્ર કે કાંઈપણ સાધનવિધિ ક્યારે પણ સિદ્ધ થતાં નથી.”
આરામ લઈને જાગૃત થયા પછી રાજકુમાર અને સુમતિને છુટા પડવાને સમય આવ્યો, તેવારે સુમતિએ કુમારને બહુ ઉપકાર માન્યો અને તેના સ્મરણ તરીકે. કુમારને મોહિની મંત્ર આપે. કુમાર પણ મંત્ર લઈને તેને નમસ્કાર કરી આગળ ચાલ્ય, અને સુમતિ દુર્મતિની સાથે પિતાને સ્થાનકે ગયે.