________________
ગજમદમર્દન.
૧૭ સખી ! તું જા અને તેમની ખબર લાવ. મને તેમના વિજયની શુભ વધામણી આપ. હું તેમના વિજય માટે અનંત શકિતમાન પરમપ્રભુની પ્રાર્થના કરીશ. મારા એ પૂજ્ય સ્વામી હાથીને વશ કરી તેનું દમન કરે તે માટે હું તેમને વિનવીશ.” મંજરીએ પિતાનું અભીષ્ટ કર્તવ્ય સૂચવીને સખીને સૂચના કરી.
સખી! શાંતિ રાખે! હું જઈને તેનું પરિણામ જોઈ આવું ને તમારું ભાગ્ય હોય તો કાંઈ સારી વધામણી આપું. તેટલો સમય તમે શોક ન કરતાં ઈષ્ટસિદ્ધિના કર્તવ્યમાં મશગુલ રહેજે-તમારા આત્માને પ્રભુની ભક્તિમાં–તેના ધ્યાનમાં જોડજે, કે જેથી તમારું મનવાંછિત સત્વર સિદ્ધ થાય, તમારી આશા પરિપૂર્ણ થાય. ” સખી મંજરીને પોતાના કર્તવ્યમાં લીન રહેવાનું સૂચવીને પરિણામ જેવાને માટે તરતજ બજારમાં ગઈ
હાથી અને કુમાર બન્ને એકબીજાને સકંજામાં સપડાવવાની પેરવી કરી રહ્યા હતા, તેમાં કઈ રીતે એ કુમાર હાથીના સપાટામાં આવ્યું નહિ. પણ કુમારને ઉદ્દેશ તો હાથીને દોડાવીને થકવવાને હતે. પરિણામ પણ તેજ આવ્યું. ગજરાજ આખરે થાક અને મદરહિત થઈ ગયો. તેને મદ ગળી ગયે એટલે તરતજ કુમાર તેની ઉપર ચઢી ગયે, અને તેના કુંભસ્થળમાં વજસમાન મુષ્ટિનું તાડન કરીને તેને હતાશ કરી દીધો. તેની ખુમારી ઉતરી જતાં તરતજ તે શાંત થઈ ગયે, અને પિતાનાથી પણ અધિક બળવાળા કુમાર ઉપર તે પ્રસન્ન થયે. પછી નીચે ઉતરી મહાવતને બેલાવી એ ગજરાજને કુમારે સેંપી દીધો. તે તેને હજારે સુભટ અને માણસોની મધ્યમાં આલાનથંભ આગળ લઈ ગયે, ને આસાનસ્થલે તેને બાળે.
ગજરાજના મદનું મર્દન થતાં જ તેમની સાઠમારી જેનારા હજાર લોકો ખુશી થયા, ને તેનાં વખાણ કરવા લાગ્યા. “અરે ભાઈ! તમે ભલે આવી ચડ્યા. જગતમાં તમે અમૂલ્ય ચિંતામણિ રત્ન સમાન છે. પરાક્રમમાં ઇંદ્રના અનુજ બંધુ સમાન છે, જેથી આજ આ નગરીને ગજરાજના ભયમાંથી તમે મુક્ત કરી. અમારા ભાગ્યે જ તમારા જેવા ઉત્તમ પુરૂષનું અહીં આવાગમન થયું