________________
ગજમદમર્દન..
૧૯૫
માણસને પૂછ્યું “ કેમ ભાઇ ! આ શું તોફાન છે ? શું કઇ ભય ભરેલી વાત છે ? કહેા, શા સમાચાર છે ? ”
“ અરે ભાઇ ! તમે નગરમાં રહેા છે ને જાણતા નથી ! નગરીમાં માટે ઉત્પાત થઈ રહ્યો છે. અહીંના રાજા ભુવનપાલ જેને મહિમા પૃથ્વીમાં ગવાય છે, ખળમાં પણ જેની કાઇ સ્પર્ધા કરી શકે તેમ નથી, અને જેના નામમાત્રથી શત્રુઓનાં હૃદય થડકી રહ્યાં છે, તે રાજાના માનીતા પટ્ટહસ્તી ચંપક સર્વ હાથીઓમાં મુખ્ય છે. મદમાં આવેલા તે અત્યારે મહાવતને પણ નહિ ગણકારતા આલાનસ્થંભ ઉખેડીને નગરીમાં જ્યાં ત્યાં ભયંકર નુકશાન કરી રહ્યો છે. કાઇનાંઘર પાડે છે, કાઇનાં હાટ તેાડી પાડે છે, વચમાં આવતા માણસાને સૂંઢમાં ભરાવીને ઉછાળે છે, ભયંકર ત્રાસ વર્તાવે છે, તમે પણ નાસા, નહિતર આ તુર ંગને મારશે, તમને પણ સપડાવશે, જ્યાં લગી આ તરફ આબ્યા નથી ત્યાં સુધી નાસવાની તમેાને તક છે, જુએ! આ સુભટા ! કાઈ ભાલાં ધરીને, કાઇ ખડ્ગ ખેંચીને તેને વશ કરવાને ધસ્યા જાય છે. છેવટે પેાતાની સૂંઢથી ધળને પશુઉછાળતા, વર્ષાઋતુમાં આકાશપર છવાયેલા આષાઢી મેઘ સરખા શ્યામ સ્વરૂપવાળા, તેમજ જેનાં નેત્ર ક્રોધથી અગ્નિમાં ધગાવેલાં તામ્ર સમાન રક્તવણીય બન્યાં છે, સાતે શ્રોત જેનાં શ્રવી રહ્યાં છે, જાણે ચાલતા જંગમ ગિરિ હાય નહીં શું ? એવે! આ હાથી આવે છે, અને તેની પાછળ સાંકળ ઘસડાતી આવે છે. પણ કેાઈની તેને પકડવાની હિંમત ચાલતી નથી. ” એટલું કહીને તે માણસ અંદર ચાલ્યા ગયા. લાક પણ ખુંખારવ કરતા ગજરાજના માર્ગ માંથી દૂરને દૂર નાસવા લાગ્યા. ગજરાજ સામેથી ધસ્યા આવતા હતા, પણ આ તરૂણ ઘેાડેસ્વાર ભય રહિતપણે તેની સામે ઘેાડા ખેલાવતા ચાલ્યા જતા હતા. દૂરથી પેાતાની સન્મુખ તેને નિર્ભયપણે આવતા જોઇને ગજરાજ અધિક ક્રોધવાળા થઇ તેની જ સામે ધસ્યા. ગજરાજને પોતાની સન્મુખ આવતા જાણી એ ચતુર ઘેાડેસ્વાર તરતજ • ઘેાડા ઉપરથી. નીચે ઉતરી પડ્યો. પેાતાનું એક ઉત્તરીય વસ્ત્ર છેાડી લઘુલાઘવી કળાથી ગજરાજની સન્મુખ દોડી જઇ તેણે પાથરી દીધું, અને દૂર જતા રહ્યો. ગજરાજે પણ તે વસ્ત્રને પુરૂષ જાણીને પાતાના તુ
,,
-