________________
૨૦૩
અદ્દભુત લુંટાર. રમાં દાખલ થાય, ફહરે, તે દરેકને જોઈ શકે પણ તેને કઈ દેખી શકે નહિ. એ અદશ્ય વિદ્યાના બળથી ધોળે દિવસે ગમે તે કરી શકે; છતાં એક તો શું બલ્ક સાત સાત કોટવાળો પોતાના સુભ સહિત તપાસ રાખે તો પણ તે હાથમાં ન આવે. ગમે તેવી ચેકી –બંદોબસ્ત છતાં તેની પાસે થઈને નીકળે અને એ ચેકી પહેરાનેજ લુંટે, પણ તેને ભય ન લાગે. તે કામ તો તેને મન એક રમત જેવું હાય.” મંત્રીએ પોતાનો અભિપ્રાય રજુ કર્યો.
ગમે તેમ હોય છતાં તેને પકડવાનો પ્રયત્ન તો કરે જ જેઈએ.” રાજાએ કહ્યું.
બેશક. ચોર ગમે તેવો શકિતસંપન્ન–સાધનસંપન્ન હોય છતાં આપણે તેને પકડવાને એક પછી એક ઉપાય અવશ્ય લેવા જોઈએ, નહિતર પ્રજામાં રાજાની હાંસી થાય. વળી નિર્ભય થઈને ચાર રાજમંદિરમાં પણ પ્રવેશ કરવાની હિંમત ધરે; ને આપણું રાજ્ય ભયભરેલી સ્થિતિમાં આવી પડે.” મંત્રીએ કહ્યું.
મંત્રીશ્વરની આગાહી બેશક સત્ય છે. પ્રભુનો ઉપકાર માને કે હજી લગણ તેણે રાજમંદિરમાં પ્રવેશ કર્યો નથી. તે પહેલાં જ આપણે તેને માટે પ્રયત્નશીળ થયા છીએ.” પુરોહિતે વચમાં કહ્યું.
તો તે માટે આપણે શું કરવું ? મંત્રીશ્વર ! તમારું ધ્યાન કંઈ પહોચે છે?” રાજાએ પૂછ્યું.
જુઓ ! એક રાત મહારાજે પૂર્વ દિશાના દરવાજે રહીને ચકી કરવી, પ્રધાને ઉત્તર દિશાના દ્વારે રહેવું, પુરોહિતે દક્ષિણ દિશાને દરવાજો સાચવ, સેનાપતિએ પશ્ચિમ દિશાએ રહેવું અને સુભટને લઈને ખુલ્લાં શસ્ત્રોએ કેટવાળે નગરમાં ભ્રમણ કરતા રહેવું. પ્રથમ આ પ્રયોગ અજમાવી જોઈએ ! ચાર સપડાય છે કે નહિ. નહિતર વળી તે પછી કોઈ બીજી મંત્રણા કરશું.” પ્રધાને પિતાને યોગ્ય લાગી તેવી સલાહ આપી.
એ ઠીક સલાહ છે આજ રાતના સર્વ જણાએ પોતપોતાની જગ્યા સંભાળી લેવી અને કેટવાળે સુભા સહિત નગરમાં બધે ફરતા રહીને તપાસ રાખવી.” રાજાએ કહ્યું.