________________
ધમિલ કુમાર, કુંભારવાડામાં એમ અનેક ઠેકાણે તપાસ કરતે ભ્રમણ કરતે હતે. ત્યારે ચેર તે મુદ્રિકા લઈને કેટવાળને ઘરે પહોંચે. તેની પત્નીને બોલાવીને કહ્યું. “બાઈ ! તમારા પતિ કોટવાળસાહેબ ચેરને પકડવાને નગરમાં ભમે છે, તેમ જાણીને ચોરના મિત્રેાએ દગાથી એકાંતમાં બોલાવીને તેમને મુશ્કેટોટ બાંધી લીધા છે. તે કાંઈ પણ આપ્યા વગર છોડે તેમ નથી. રાજા તેમની ફજેતી જાણતાં તમારાં ઘરબાર લુંટી લેશે, માટે જે તમારે તમારા સ્વામીને બચાવવા હોય તો ઘરમાંથી જે કાંઈ ધન હોય તે કાઢી આપે.”
એ બધી વાત તમારી સાચી, પણ મારા સ્વામીએ કાંઈ નિશાની તમને આપી છે કે એમજ કહ્યું છે?” કોટવાળની પત્નીએ ચતુરાઈ ચલાવવા માંડી.
હા, જુઓ આ મુદ્રિકા તેમની છે તે તમે ઓળખે છે? ઠીક થયું કે તમે યાદ કરી.” એમ કહીને ચારે કોટવાળ પાસેથી જીતી લીધેલી નામાંકિત મુદ્રિકા બતાવી. કેટવાળપનીએ તે જોઈને ઓળખી. હવે પૂરેપૂરી ખાત્રી થવાથી ઘરમાં જેટલી માલ મીલકત, ઝવેરાત, વસ્ત્ર, જરીયાન હતું તે કાઢી આપ્યું. તે સર્વ વિદ્યાને બળે ચેર પ્રચ્છન્ન રીતે ઉપાડી ગયે. એવી રીતે કેટવાળને અત્યારે તે ભીખ માગતને ભૂખે મરતે કર્યો. એકનું પતાવી ચાર નિશ્ચિત થયે.
થોડી વારે તે ચાર સામાન્ય વેશ કરીને પશ્ચિમદિશાએ ચોકી ઉપર રહેલા સેનાપતિ પાસે જઈને એકાંતમાં કહેવા લાગ્ય–“સેના પતિસાહેબ! મુજ ગરીબની એક અરજ છે તે જરા સાંભળીને મંજુર કરે. અહીં વાણુરશી નગરીની બહાર વનમાં એક અબધૂત જોગી રહે છે. તે મંત્ર તંત્રને જાણ છે. આજ વર્ષ દિવસથી હું ભવિષ્યના સુખની આશાએ રાત દિવસ તેમની સેવા કરતા હતા. આજે તે મહાપુરૂષ મને પ્રસન્ન થયા, ને એક અદ્ભુત મંત્ર આપ્યો, પણ એની સાધના કરવાની વિધિ દુષ્કર હોવાથી અમે વણિક એનાથી કરીએ, તેથી અમારાથી સધાય તેમ નથી.”
વણિકરૂપે ચોરની વાણી સાંભળીને ભેળાસેનાપતિએ કહ્યુંકે છે તે મંત્ર? તેની વિધિ કેવી છે?તે કરવાથી ફાયદો શું થાય?”