________________
યમ્મિલ કુમાર
૧૯૮
છે; ” એ પ્રમાણે લેાકેાથી પ્રશંસા કરાતા કુમાર પોતાના તુરગ ઉપર ચઢીને પોતાને સ્થાનકે જવાની તૈયારી કરતા હતા, ત્યાં તે પવનચંડ ઉપાધ્યાય આવી પહોંચ્યા અને પુત્રની જેમ હર્ષોંથી તેને વધાવી લીધા. હાથી મહાવત સાથે રાજમંદિરે ગયા ત્યારે કુવર પાઠક સાથે પેાતાને સ્થાનકે જવા લાગ્યા. તે વારે નગરનાં નરનારીઓ હર્ષ થી પુષ્પાવડે તેને વધાવતાં હતાં. સ્ત્રીએ દૂરથી તેનાં દુખણાં લેતી હતી. એવી રીતે નગરીની સૈાભાગ્યવતીએથી પૂજાતા અને પુરૂષાથી વંદન—નમન કરતા કુમાર પાઠક સાથે પેાતાને સ્થાનકે આન્યા. ત્યાં તા રાજાનુ તેડું આવ્યું, જેથી પાઠક અને કુમાર બન્ને લાખા નરનારીઓથી વધાવાતા નૃપસભામાં આવ્યા. કુમારે રાજાને પ્રણામ ફર્યા. નૃપે તેને બહુમાન-આદરસત્કાર આપીને પેાતાની પાસે બેસાડ્યો. ઉપાધ્યાયને પણ્ યાગ્ય સત્કાર કરી બેસાડ્યા. નૃપે કુમારની પ્રશંસા કરી પૂછયું. “ હે વત્સ ! તારા ગુણે કરીને જણાય છે કે તું ઉત્તમ એવા રાજકુળને શેાભાવનારા હાઇશ. તેમાં પણ તારા જેવા પરાક્રમી તેા લાખામાં એકાદજ નીકળે છે. કેમકે-હીરા તે રત્નની ખાણુમાંજ પાકે છે.
" शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । સાધવો નહિ યંત્ર, ચૈનં નહિ વનેવને ? ॥
ભાવા —પ તે પવ તે કાંઇ માણેક નિપજતાં નથી, તેમ દરેક હાથીએમાંથી માતી ઉત્પન્ન થતાં નથી, સર્વત્ર ઉત્તમ એવા સાધુ પુરૂષા હાતા નથી, તેમ દરેક વનમાં કાંઇ ચંદન હાતુ નથી.
છતાં અમારી જાણુની ખાતર કહેા કે તમે કયા વંશ અને કયું નગર શાભાવેા છે ?” રાજાના પ્રશ્ન સાંભળીને શરમથી કુમાર માન રહ્યો. ઉત્તમ પુરૂષા આપવડાઈ સ્વમુખે કહેતા નથી; પણ ઉપાધ્યાયે રાજાની આજ્ઞા મેળવી તેના સકળ વૃત્તાંત કહી સભળાબ્યા. રાજા એથી અધિક પ્રસન્ન થયા. “ આહા ! સુંદરરાય તે અમારા મિત્ર છે, અમારી ને તેમની વચ્ચે તે અંતર રાખ્યુંા; તું આ નગરીમાં કયારના આવ્યા છે. તે અમને જણાવ્યું પણ નહિ. વત્સ ! હવે આપણા રાજમ ંદિરમાં રહીને મનગમતા ભાગે લાગવ. ”