________________
ધમ્મિલ કુમાર. - શળથી પ્રહાર કરવા માંડ્યા. તે સમયે તેની દષ્ટિ ચુકાવીને ઘેડેસ્વાર તરતજ તેને પૂછડે વળગે, અને હાથીને દોડાદોડ કરાવી ખૂબ ભમાવ્યું. એવી રીતે હાથી અને કુમારનું બુદ્ધિયુદ્ધ થવા લાગ્યું. ઘોડેસ્વારે આમતેમ ભમાવી ભમરીઓ લેવડાવીને હાથીને ખૂબ ફેરવ્યું.
લેકે તે હાહાકાર કરવા લાગ્યા કે “ હાથીએ એક પરદેશી મુસાફરને હર્યો, પણ કેઈની વચમાં પડવાની હિંમત ચાલતી નહોતી. ગજરાજ ક્રોધાંધ હતા, મદાંધ હતો, તેની ભીષણ આકૃતિ જોઈને દૂરથી જ સુભટે તેને પ્રતિબદ્ધ કરવાને પ્રયત્ન કરી રહ્યા હતા. એ મદોન્મત્ત ગજરાજ તેમની આવી બાળચેષ્ટાની પરવા કરે તમ ક્યાં હતું.
મદનમંજરીએ સખી મારફતે પિતાના પ્રિયતમની આ વાત સાંભળી તેવી મૂછ પામી ગઈ. સાવધ થતાં શોકાકુળ બનીને વિલા૫ કરવા લાગી. અંતરમાં અતિ દુ:ખ ધરવા લાગી. “હા ! જેને મેં પિતાનું જીવીત આપ્યું છે તે તે આમ મને રણમાં મૂકીને ચાલી જવાની તૈયારી કરવા લાગ્યો જણાય છે. અરે ! ક્રૂર વિધિ તે આ શું કર્યું? તું માણસને આશા આપી તેને નાશ શામાટે કરે છે? અથવા તે વિશેષ શું કહું? હું જ એવી મંદભાગ્યવાળી છું કે પતિને મેળવી શકતી નથી. એક મૂર્ખ નીકળે અને બીજે નાશી ગયે. ત્રીજે ચતુર–મનમાનતે મળે ત્યારે વિધિએ–વકવિધિએ ઝુંટવી લેવા માંડ્યો! હા! હા! દેવ તે આ શું કર્યું ?”
બાઈ! શા માટે શેક કરે છે? જરા પરિણામની તે રાહ જુઓ ! જે વીરપુરૂષે જાણીબુજીને એ હાથી સામે ઝંપલાવ્યું હશે તે કાંઇ મરવાને માટે નહીં હોય! હજુ કાંઈ બાજી બગડી ગઈ નથી. એ હાથી અને એ પરદેશી એક બીજા પોતપોતાને દાવપેચ ખેલી રહ્યા છે. એક બીજાને સકંજામાં લેવાની રમત રમી રહ્યા છે. એમાં આખરે તે વિધિ સારૂં જ કરશે. દુષ્ટનું દમન થતાં સાચે માણસ વિજયને વરે છે. બેન ! ધીરજ ધરે. હૈયામાં શાંતિ રાખ.”તેની માનીતી સખીએ મંજરીને ધીરજ આપી તેના શેકપૂર્ણ દિલને શાંતિ આપી,