________________
દેશ
૧૮૧ પડ, કંઈક ગણતરી કરી, નિરીક્ષણ કર્યું, અને છેવટે જણાવ્યું
કુમાર ! આ કામદેવ–રતિપતિના મંદિરથી પૂર્વ દિશામાં જજે, કાશી દેશમાં જજે, ત્યાં વાણુરસી નગરીમાં તમારા ભાગ્યને ઉદય થશે–તમારા મનેરા બધા સિદ્ધ થશે.”
આ૫નું વચન હું અંગીકાર કરું છું.” રાજકુમારે નિમિનિયાનું વચન માથે ચઢાવ્યું અને પિતાના અંગ ઉપરના આભૂષણમાંથી એક લાખ રૂપિયાનું આભૂષણ તેને દક્ષિણામાં આધુ.
વાર્તાવિનોદમાં ને પછી નિામાં ત્રણ પહોર રાત્રી અને જણાએ વ્યતિક્રમાવી. રાત્રીના ચતુર્થ પ્રહરે–અગડદત્તકુમાર પૂર્વ દિશા તરફ ચાલે, અને નિમિત્તિયે પિતાના ઈચ્છિત સ્થાનકે ચાલ્યા ગયે.
અડદનકુમાર અનેક ગ્રામ, નગ સરેવર અને વન જેતે ખેટક પકૂણ–ખેડા આવ્યો, તે ગામ જે ત્યાંથી આગળ વન, સરેવર પ્રમુખ નિરખતે-અનેક પ્રકારનાં કેતુક જેતે એક ગિરિ નજીક આ, કેતુથી તેની ઉપર ચઢ્યો, તે ત્યાં વળામાતાનું એક મંદિર આવેલું હતું. તેની આગળ બે પુરૂષે જાપ-ધ્યાન કરતા તેણે દીઠા, ને અગ્નિકુંડમાં હોમ-હવન કરતા જોયા. પણ બને પુરૂષોને વિદ્યા સિદ્ધ થતી નહોતી. તે પુરૂષોએ આ નવીન આગંતુકને જોઇને ઉભા થઈ જુહાર કર્યા અને બેલ્યા–“તમારા આવવાથી અમારા મરથ પૂર્ણ થશે. હાલ, તલવાર અને પહેરવેશ ઉપરથી તમે ક્ષત્રી જેવા લાગે છે, પરદેશી મુસાફર ! તમે કાંઈ ઘણે દૂરથી આવે છે?”
તમારૂં અનુમાન સત્ય છે. મારા સરખું કામકાજ હેાય તે બેશક કહે. મારાથી બનતી ગ્ય મદદ હું તમને આપીશ.” રાજકુમારે કહ્યું.
કુમાર ! ગુરૂએ મને વિદ્યા આપી છે, તે હું સિદ્ધ કરૂં છું; પણ ઉત્તરસાધક વિના મારું કાર્ય પાર પડતું નથી. માટે જે મારા ઉત્તરસાધક થાએ તે હું એ વિદ્યાને સાધ્ય કરૂં !” તે બન્ને જણમાંથી એક જણ બોલ્યા