________________
૧૮૦
બસ્મિલ કુમાર. ત્યાં તેડી લાવ્યા. પિટકું છોડીને ભાતું કાઢી અગડદત કુમારને ભેજન કરાવ્યું. પાણી લાવી આપી તેની તૃષા શાંત કરી. એવી રીતે ભોજન કરીને રાજકુમાર તૃપ્ત થયે-સ્વસ્થ થયો.
મહારાજ ! તમે પણ કઈ પરદેશી લાગે છે. ગુણજ્ઞ છે? અહીંના રહેવાસી છે તે મને ભોજન કરાવવાની તમારી હિંમત ચાલે નહિ. અહીંના સર્વે લેકે મારાથી દૂર નાસે છે.” જમી પરવારીને કુમારે કહ્યું. - “અમારે પરદેશી મુસાફરને શું? પપકાર કરે એ દરેક માણસનું કર્તવ્ય છે. પરોપકાર વગરનું જીવતર તે વ્યર્થ છે. પૂજા, પ્રતિક્રમણ, પચ્ચખાણ, પિષધ અને પરોપકાર એ પાંચ પકારથી યુક્ત જેનું જીવતર છે તેને જ ધન્ય છે. એ પાંચ પકાર સેવતાં કદાચ મરણ આવે તેપણ શું?”
પરદેશમાં આપ ગુજરાન તે ભિક્ષાવૃતિ ઉપરજ ચલાવતા હશે?” કુમારે પૂછયું.
હું નિમિત્ત કહી શકું છું જેથી જગત મને નિમિતિયા તરીકે ઓળખે છે. ઉત્તમ પુરૂષનું નિમિત્ત-ભાવફળ કહેવાથી મને દ્રવ્યપ્રાપ્તિમાં જરા પણ હરકત નથી આવતી. અને મારા ગુજરાનથી વધારે રહે તે હું પરેપકારી કાર્યોમાં ખચી નાંખું છું.”
જગતમાં નિસ્વાર્થપણે સેવા કરનારા તે કઈ વિરલાજ. હોય છે. બીજાના દુઃખે દુઃખી તે પ્રભુપદને ઉમેદવાર હોય તે જ થઈ શકે.” કુમારે કહ્યું.
અમારા જેવા તે બીજું શું કરી શકે ! છતાં યથાશક્તિ અમારાથી બને તેટલું કરીને મનુષ્ય જીવન કેમ સફળ થાયપરમાર્થમાં જાય, તે માટે મળેલી તકને લાભ લેવાને અમે બનતા સુધી ન ચૂકીએ.”
મહારાજ! છેલી એક વાત કહો. મારો ઉદય કઈ દિશાએ જવાથી-કયાં જવાથી થશે?” કુમારે પૂછયું.
અગડદર કુમારને આ પ્રશ્ન સાંભળીને નિમિતિ વિચારમાં