________________
૧૭૮
* ધમ્મિલ કુમાર- - - તેની નજરે પડી તે તેને સપડાવવા તે અનેક પ્રયત્ન કરે એવી રીતે સાતે વ્યસનમાં આસક્ત હોવાથી પ્રજાને મન તે રાક્ષસ સમાન હતો. ઘણું શિખામણે અપયિા છતાં સુધરવાની આશા તેને માટે ઓછી જ હતી, જેથીના છુટકે આગેવાન વ્યવહારીઆઓએ રાજાને ફરિયાદ કરી હતી, જેને પરિણામે તે રાજાના કેપને ભેગા થઈ પડ્યો હતો. અત્યારે તે રાજકુમાર છતાં કંગાળની પણ કંગાળ હતે. ખાવાને અન્નકે પીવાને પાણુ તેમજ ઉભા રહેવાને જગ્યા પણ કોઈ તેને આપે તેમ નહોતું.
નગરમાં ભટકતે ભટકતે આખરે તે નગરની બહાર કામદેવને મંદિરે આવ્યો. પિટમાં ભૂખ અને તરસ બને પિતાનું જોર અજમાવી રહ્યાં હતાં. નિરાશ ચિત્ત ત્યાં બેઠે. રાત્રી પડેલી હોવાથી ચંદ્રમાનું અજવાળું જગત ઉપર જામી રહ્યું હતું. ધન ધાન્યથી ભરેલી નગરી છતાં અત્યારે તેને મન ઉંચે આભ અને નીચે ધરતી સિવાય સર્વ કાંઈ શૂન્ય હતું. દુઃખથી તેણે એકમેટે નિઃશ્વાસ મૂક્યો.
પ્રકરણ ૩૦ મું.
‘દેશવટો.
દસ્તી ભાઈબંધી કાઈ કામ નહિ આતો, + સચ્ચ કહા હય આફતમે કોઈ કામ નહિ આતા.”
કેઈ કુળવાન ખાનના કુટુંબને નબીરો જણાય છે. ભાલપ્રદેશ ઉપર કેવું રાજતેજ ઝળકી કહ્યું છે. છતાં જણાય છે કે અત્યારે તે એને વિધિ પ્રતિકૂળ થયું છે. જ્યોતિષશાસ્ત્ર આવા પુરૂષના ભાગ્યને ઘણાજ ઉચ્ચ પ્રકારનું કહે છે. ચાહે તે માટે રાજરાજેશ્વર થાય અથવા તો ગીજનેને પૂજ્ય મહાન તપસ્વી યેગીશ્વર થાય, છતાં અત્યારે ચિંતાથી તેના સુંદર વદન ઉપર કેવી દુ:ખની શ્યામ વાદળી પ્રસરી રહી છે.” ત્યાં આગળ તરતનાજ ઉતરેલા એક નિમિત્ત જાણનારની દષ્ટિ અચાનક ચાંદનીના તેજમાં અગડદત કુમાર ઉપર પડી. દૂરથી જ તેને જોઈને ઉપર પ્રમાણે તે મનમાં ગણગ. પછી “આવા ઉત્તમ પુરૂષની સેવા કદી વ્યર્થ જતી