________________
મદનમંજરી.
૧૯ સુંદર તરૂણને રોગ હતો. હૃદયમાં હાવભાવ ભરી કોઈક ઉર્મિ ઉછળી રહી હતી. શબ્દો તે જાણે એ ચંદ્રવદનમાંથી મેંઘેરાં પુપો ખરતાં હતાં.
તું પરણી છે કે કુમારી? તારા એ જવાબમાં જ આપણું ભવિષ્યના સુખનો આધાર છે.” પ્રશ્ન પૂછીને તેને જવાબ સાંભળવાને કુમારનું હદય આતુર થઈ રહ્યું હતું.
થોડા વખત પહેલાં અહીં એક શેઠને બાળક હતું. તેની સાથે માતપિતા ને સગાંસંબંધીએ મળીને મારે વિવાહ કર્યો; પરન્તુ મારે ને તેને મેળ મળ્યો નહિ. એકદમ વાસભુવનમાં અમે એકત્ર મળ્યાં, પણ તે મૂર્ખ મારાથી બીને નાશી ગયે. તે પોતાને ઘેર જતે રહ્યો. કર્મથી વિટંબના પામેલી હું નિરાશ થઈને મારે મંદિર આવી. કૃપણના હાથમાં લક્ષમી આવે તેના કરતાં તે ન આવે તે સારી; મંદમતિ ઉપર પ્રસન્ન થઈને ભારતી શું કરે? તેમજ ચતુર નારીને મૂર્ખ પતિ મળે તેના કરતાં તો મરણ આવે તે અતિ સારું. એ વાતને આજે ઘણા દિવસો વહી ગયા. ભાગ્યેગે મહેલમાં ઉભા ઉભા અચાનક આજે તમારાં દર્શન થયાં, ને સ્નેહની મજબુત દેરીથી ખેંચાણી સતી હું તમારે ચરણે આવી છું. જેમ ચંદ્રમાના દર્શને ચકેરીનું હૈયું હરખાય તેમ તમારા દર્શને હું હાવરી બની છું. હવે આ ભવમાં તે તમે જ મારા ભરથાર છો.” મંજરીએ આશાભરેલાં હૈયાવડે પોતાના અંતરને ભાવ સ્પષ્ટ કહી બતાવ્યું.
બાળા ! સર્વાશે તું મારે યોગ્ય છે. પણ જરીક વાંધા પડતું થયું છે તારામાં થોડીક અચડણ આવી છે. એ લગાર વિચારવા જેવી વાત છે. હા ! તું તદ્દન વિવાહ રહિત-દોષ રહિત હોત તે કેવું સારું થાત?”
પ્રિયતમ! એમ ન બેલે! આજથી તમે મારા સ્વામી છે, હું તમારી દાસી છું. હે ધવંતરી! કામરૂપી સપના ડંસથી હું હંસાયેલ છું, તેનું આસ્તે રહીને ઝેર ઉતારે. કેરડાને કાંટે હૈયામાં ભેંકાય છે, તેને ધીમે ધીમે બહાર કાઢો. મને શાંતિ આપે. હું તમારે શરણે આવી છું. તમારા જેવા જાંગુલી મંત્રના જાણ હાલમ