________________
મદનમંજરી.
૧૮૯ કળાતું નથી. છતાં સુગંધી તે ચિત્તાકર્ષક છે એમાં સંદેહ નથી. આજે મારી ધનુર્વિદ્યા અજમાવું. એ સુગંધી કયાંથી આવે છે તેની તપાસ ચલાવું.” કાશી નગરના એક રમણીય ઉપવનમાંવાટિકામાં સ્વેચ્છાએ વિહાર કરતા-રમતા એક ધનુર્ધારી વર-ક્ષત્રીય જેવા જણાતા પુરૂષે ઉદ્યાનમાં ફરતાં એ પ્રમાણે વિચાર્યું. મંદમંદ પવન મનને ખુશ કરી રહ્યો હતે. ઉદ્યાનની એ નાજુક લતાઓ પવનની લહેરીઓથી વાંકી વળીને આગંતુકને વધામણાં દઈ રહી હતી. નમી નમીને સલામ કરી રહી હતી. તરતજ એ દિલખુશ સુગંધી કયાંથી આવે છે? તે જાણવાને તે વીરપુરૂષે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. બરાબર લક્ષ્યવેધી મંદમંદ પવનની એ શિતળ લહેરીઓ સુગંધને જે દિશામાંથી ખેંચી લાવતી હતી, તે તરફ લક્ષ્ય રાખીને બાણ છોડ્યું. સાચા ધનુર્ધારીનું બાણ લક્ષ્યબિંદુને જ વિંધે છે પછી લક્ષ્યાબંદુ ગમે તે સ્થિતિમાં હેય. વૃક્ષ ઉપર રહેલી અમુક ડાળીના અમુક પાંદડાને બાણાવળી બાણથી વિંધી નાખે, છતાં નજીક રહેલાં પાંદડાંને લેશ માત્ર ઈજા થતી નથી. વીર ધનુર્ધારી અને તેજ રીતે રાધાવેધ સાધીને દ્રોપદીને મેળવી હતી. ધનુષ્યમાંથી એ વીર પુરૂષનું અમોઘ બાણ છુટયું કે તરત જ કુસુમનો એક નાજુક દડે છિન્નભિન્ન થઈને જમીન ઉપર પડ્યો. કુમારની નજર તેની ઉપર પડતાં ચમક. “અહો ! આ શો ઉત્પાત ! સ્ત્રીના કેશ કલાપને શોભાવનાર એ પુષ્પ ગુચ્છ છે. નિશ્ચય કઈ રમણનો એ હશે ! એ સુંદરી નજીકમાં જ હોવી જોઈએ. જેનો કુસમ દડે આ અત્યંત સુગંધમય છે તેની પહેરનારી રમણ કેવી મનમોહક હશે?” એટલામાં પાછળ અસરાને તિરસ્કાર કરતી પિતાના મૃદુ અધરને મંદમંદ સ્કુરાવતી નવીન ઑવનમાં આવેલી વસંતઋતુમાં વનવિહાર કરવાને જાણે વનદેવી આવી હોય તેવી બાળાને તેણે દીઠી. સાક્ષાત્ શકિતજ જાણે સ્ત્રીનું રૂપ કરીને આવી હોય એવી તેણીને જોઈને કુમાર મેહ પામ્યો. રમણી પણ કામદેવના અનુજ બંધુ સમાન આ વીર પુરૂષને જોઈને મેહ પામી. તેણીએ પોતાના જગુટીરૂપી ધનુષ્યમાંથી શરસંધાન કરી નેત્ર કટાક્ષરૂપી બાણે મૂકવાં શરૂ કર્યા. જે કુમારનાં હૃદયમાં આરપાર ઉતરી ગયાં. આ કુમાર તે